________________
આત્માના પ્રદેશો ચંચળ થવાપણાને યોગ કહે છે. ક્રોધ, માન, માયા, લોભઆત્માના વિભાવ પરિણામ-કષાય છે.
નિશ્ચય સમ્યગ્દર્શન સહિત સ્વરૂપમાં ચરવું-રમવું, પોતાના સ્વભાવમાં અકષાય પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર છે. તે ચારિત્ર, મિથ્યાત્વ અને અસ્થિરતા રહિત અત્યંત નિર્વિકાર એવો જીવની પરિણામ છે, એવા પર્યાયને ધારણ કરનાર ગુણને ચારિત્ર ગુણ કહે છે. નિર્વિકાર એટલે એવા પરિણામ જેમાં સ્વરૂપ સ્થિરતા, નિશ્ચલતા, વીતરાગતા, સામ્ય ધર્મરૂપ ચારિત્ર છે. જ્યારે આત્માનો ચારિત્ર ગુણનો એવો શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે બાહ્ય અને અત્યંતર કિયાનો યથાસંભવ (ભૂમિકા અનુસાર) નિરોધ થઈ જાય છે. ચારિત્રના ચાર ભેદ છે. ૧. સ્વરૂપ આચરણ ચારિત્ર ૨. દેશ ચારિત્ર ૩. સકલ ચારિત્ર ' ૪. યથાખ્યાત ચારિત્ર. ૧. સ્વરૂપ આચરણ ચારિત્રઃ શુદ્ધાત્માનુભવથી અવિનાભાવી ચારિત્ર વિશેષને સ્વરૂપ આચરણ ચારિત્ર કહે છે. ચારિત્રનું લક્ષણ (સ્વરૂપ શું છે?) :
૧. મોહ અને ક્ષોભ રહિત આત્માનો પરિણામ.
૨. સ્વરૂપમાં ચરવું (રમવું) તે ચારિત્ર છે. * ૩. પોતાના સ્વભાવમાં પ્રવર્તવું, શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું એવો તેનો
અર્થ છે. ૪. તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે. ૫. તે જ યથાસ્તિ આત્મગુણ હોવાથી (વિષમતા વિનાનો-સુસ્થિત
આત્માનો ગુણ હોવાથી) સામ્ય છે અને ૬. મોહ-ક્ષોભના અભાવને લીધે અત્યંત નિર્વિકાર એવો જીવનો
પરિણામ છે. શુદ્ધોપયોગ વિશેષ ૧. ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ જે ધ્રુવ તેના અવલંબનથી શુદ્ધોપયોગરૂપ ધર્મ
પર્યાયમાં પ્રગટ થાય છે. ૨. શુદ્ધોપયોગ જે ત્રિકાળ છે-તેનેં સાધન કરતાં પર્યાયમાં શુદ્ધોપયોગરૂપ