________________
૯૧
છે? “નિરંતર ઝરતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચૂર સંવેદનરૂપ સ્વ સંવેદન તેનાથી જેનો જન્મ છે.” આવો આનંદનો અનુભવ તે આત્માનો સાક્ષાત્કાર છે. “અનુભવ ચિતામની રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકો, અનુભવ મોક્ષ સ્વરૂપ.” કેટલાક કહે છે કે પંચ મહાવ્રત પાળવા, ત્યાગ કરવો, પરિષહ સહન કરવા ઇત્યાદિ કષ્ટ સહન કરીએ તો ધર્મ થાય અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. અહીં તો કહે છે કે કષ્ટ એ ધર્મ નથી. પણ ભગવાન આત્મામાં એકાગ્ર થતાં એમાં આનંદ આવે તે ધર્મ છે. આનંદની લહેરોનો અનુભવ કરતાં કરતાં કેવળજ્ઞાનને પામે, પણ કષ્ટ સહન કરે તો પામે એમ નથી.
ભાઈ! વસ્તુ તો સહજાનંદ સ્વરૂપ છે. સ્વાભાવિક આનંદને આધીન થતાં, અતીન્દ્રિય આનંદને વેદતાં વેદતાં કેવળજ્ઞાન થઈ જાય છે. આ વસ્તુનું સ્વરૂપ જ આવું છે.
એકલો ભગવાન આત્મા જાણવો, શ્રદ્ધવો અને એમાં ઠરવું એ એક જ મોક્ષમાર્ગ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કેવી રીતે ઓળખાય?
પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે, - તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે.” ગાથાર્થ જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નોકર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. (સમયસાર ગાથા ૭૫)
નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુ:ખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન જે કર્મનું પરિણામ તે જે ન કરે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન,
સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ તે બધું ય પુગલ પરિણામ છે-તેને પણ તે કરતો નથી. પરંતુ માત્ર) પુદ્ગલ પરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મ-નોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે.
આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ પરિણામનો એટલે કે પુગલ