________________
૭. સત તરફની યથાર્થ જિજ્ઞાસા અને સમાં અર્પણતા તે સત્ સ્વરૂપ
પામવાનો સ્વતંત્ર ઉપાય છે; આમાં પરાધીનતા નથી. તેમજ બુદ્ધિને ગીરવી મૂકવા જેવી વાત નથી. આગ્રહ છોડીને આત્માની દરકારથી પોતે સમજવા માગે તો પોતે જ સત્ સ્વરૂપ છે તેમાં અભેદ થાય. જો શુભ રાગમાં હરખ અને હોંશ કરશે તો તે શુભ રાગમાં જ અટકી જશે. પણ સ્વભાવની રુચિ કરીને તેમાં ઢળી શકશે નહિ, એટલે કે મિથ્યાત્વ ટળશે નહિ. જેનાથી મિથ્યાત્વન ટળે અને સંસારનો અંત ન
આવે તેવો ઉપાય શું કામનો ? ૯. શુદ્ધાત્મ સ્વભાવને નિશ્ચય વડે જાણવાથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે અને
સમ્યગ્દર્શનથી જ અનાદિના સંસારનો અંત આવે છે. ૧૦. નિશ્ચયને જાણ્યા વગર વ્યવહારને પણ યથાર્થપણે ઓળખી શકાશે નહિ. ૧૧. અસંગ તત્ત્વનો અભ્યાસ કરવો, સત્યનું શ્રવણ કરવું તેમજ પ્રતિપાદન
કરવું તે છે તો શુભરાગરૂપ વ્યવહાર જ. લૌકિક શુભ રાગ કરતાં સત્,
પ્રત્યેનો આ રાગ જુદા પ્રકારનો છે. તે લોકોત્તર પુણ્યનું કાર્ય છે. ૧૨. સાધકને શુભ રાગ હોય છે તેનો નિષેધ કરવામાં આવતો નથી, પરંતુ તે
રાગને મુક્તિના કારણ તરીકે માનવાનો નિષેધ જ્ઞાનીઓ કરે છે. રાગ મારા આત્મ સ્વભાવને મદદગાર નથી, એમ રાગ રહિત સ્વભાવની
બરાબર દઢ રુચિ અને પ્રતીતિ કરવી તે જ મુક્તિનો માર્ગ છે. ૧૩. હે ભાઈ ! શુભ રાગ હોવા છતાં તું તારા આત્મા માટે એમ માને કે હું શુદ્ધ
ચૈતન્ય જ્ઞાતા શાંતિ સ્વરૂપ છું, આ રાગ છે તે મારામાં રહેવા માટે છે નહિ, તે વિકાર છે. મારું સ્વરૂપ નથી. આમ સમજી રાગનો આદર છોડ અને આત્માની દઢ રુચિ કરીને અભેદસ્વભાવ તરફ ઢળ. આમ કરવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થઈને મોક્ષ થશે અને બંધ ભાવ છૂટી
જશે.
૧૪. અહો ! અજ્ઞાનીને ચૈતન્યના વીતરાગી સ્વભાવનું અને વીતરાગી
સમ્યગ્દર્શનનું માહાસ્ય નથી આવતું. પણ પંચ મહાવ્રતાદિ રાગનું માહાભ્ય આવે છે ! વીતરાગી સ્વભાવની રુચિ તથા ભરોસા વગર પંચ મહાવ્રતનો રાગ કર્યો તેમાં આત્માને શું ફળ?