________________
૮૪
નથી. કમ તો વસ્તુનો સ્વભાવ છે. સ્વભાવની શ્રદ્ધા હોય તે વિભાવને
વિભાવ જાણે છે. ૨૦. દ્રવ્યકર્મના ઉદયથી ભાવકર્મ થાય છે અને ભાવકર્મથી દ્રવ્યકર્મનો બંધ
થાય છે. વળી તેથી ભાવકર્મ થાય છે એ અનાદિ કાળથી પરંપરા ચાલે છે, ત્યાં મોક્ષનો ઉપાય કેવી રીતે થઈ શકે ? સમાધાન કર્મનો બંધવા ઉદય સદાકાળ સમાન થયા કરે તો એમ જ છે એટલે તું કહે છે એમ બને. પરંતુ જીવના પરિણામોના નિમિત્તથી પૂર્વે બાંધેલા કર્મની સ્થિતિ ઘટી જાય કે વધી જાય છે. જીવના પરિણામ પણ તીવ્ર-મંદ થાય છે. જીવના પરિણામમાં ફેરફાર થાય છે. કર્મમાં ફેરફાર કર્મના કારણે થાય છે. વિકાર થવામાં કર્મ નિમિત્ત છે પણ આત્મામાં વિકારી ભાવ તીવ્ર કે મંદ પોતાના કારણે થાય છે. તેના નિમિત્તથી નવીન બંધ પણ તીવ્ર-મંદ થાય છે.
જડ કર્મ સત્તામાં છે તે ઉદયમાં આવે છે. તેનું કાર્ય તેનામાં છે. જીવ સારા પરિણામ કરે તો પૂર્વના કર્મમાં ફેરફાર થાય છે અને નવીન બંધ પણ ઓછો વત્તો થાય છે. કર્મના ઉદય પ્રમાણે જીવે વિકાર કરવો પડે એવો નિયમ નથી.
પોતે જ્ઞાનાનંદ સ્વભાવી છે એમ ઉપયોગ લગાવે તો કાર્યકારી થાય. તત્ત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવે તો ત્યાં લાગે, પરમાં ઉપયોગ લગાવે તો પરમાં લાગે. શરીરની પર્યાય આત્માને આધીન નથી. જ્ઞાયક
સ્વભાવ શક્તિએ પરિપૂર્ણ છે, રાગાદિ વિકાર છે. જડાદિ પર છે એમ નિર્ણય કરે તો ભલું થાય.
જેણે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરેલ છે તેને સ્વભાવ તરફનો પુરુષાર્થ ચાલુ જ છે. સમ્યગ્દર્શન થાય પછી તમે ક્રમે સ્થિરતા કરે છે. વળી અનેકાન્ત તત્ત્વ છે. રાગ જ્ઞાનમાં નથી, ને રાગમાં જ્ઞાન નથી આમ નક્કી કરતાં પોતે જ્ઞાન તરફ વળે છે તે પુરુષાર્થ છે. જીવનું કર્તવ્ય તત્ત્વનો નિર્ણય કરવાનું છે અને નિર્ણય કરનારને બધા કારણો મળે છે ને મોક્ષની પ્રાપ્તિ
થાય છે. ૫. સ્વરૂપનો મહિમા :
આત્મા જ્ઞાનમાત્ર છે તેમ કહેતા આત્મા શરીરરૂપનથી-વાણીરૂપ નથી, પુણ્યપાપરૂપ (શુભ-અશુભભાવરૂપ) નથી ને એક સમયની પર્યાય માત્ર પણ નથી.