________________
૮૫
આત્મા જ્ઞાનમાત્ર છે તેમ કહેતાં જ્ઞાન, દર્શન, અકાર્યકારણ, ભાવ આદિ અનંત શક્તિમાન આત્મા છે. પ્રભુ ! તારા ઘરની શી વાત ! તારામાં અનંત શક્તિઓ ભરી પડી છે ને એક એક શક્તિ અનંત સામર્થ્યવાન છે, એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, એક એક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે, એક એક શક્તિ બીજી અનંત શક્તિમાં નિમિત્ત છે. - એવી એક એક શક્તિમાં અનંતી પર્યાય છે, તે પર્યાય ક્રમે ક્રમે થતી હોવાથી તે કમવર્તી છે. તથા અનંત શક્તિઓ જે એક સાથે રહેતી હોવાથી તે અકમવત છે.
એ અજમવર્તી અને ક્રમવર્તી ગુણ-પર્યાયનો પિંડતે આત્મદ્રવ્ય છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે તેથી તેની દષ્ટિ કરતાં પરિણમન પણ શુદ્ધ જ હોય. ' “જ્ઞાનમાત્ર વસ્તુ છું' એવી દષ્ટિ થતાં પર્યાયમાં જીવત્વ શક્તિનું પરિણમન થયું તેની સાથે જ્ઞાન-દર્શન-આનંદ-અકાર્યકારણ-વ આદિ અનંતી શક્તિની પર્યાય ઉછળે છે-પ્રગટ થાય છે.
દ્રવ્ય વસ્તુ છે, તેમાં અનંતી શકિતઓ છે, એક શક્તિનું જ્યારે પરિણમન થાય છે ત્યારે અનંતી શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન થાય છે તેને ઉછળે છે એમ કહેવામાં આવે છે.
- દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી.
સ્વના લક્ષનો માર્ગ એલૌકિક છે. આ વીતરાગનો માર્ગ છે. વીતરાગ કહે છે કે તું મારી સામું ન જે. આમ વીતરાગ સિવાય બીજો કોણ કહી શકે?
જેણે બહારમાં-કયાંક રાગમાં, સંયોગમાં, ક્ષેત્રમાં-એમ ક્યાંક ને ક્યાંક કોઈ દ્રવ્યમાં, ક્ષેત્રમાં, કાળમાં, “આ ઠીક છે એમ માનીને ત્યાં વિસામામાં કાળ ગાળ્યો તેણે પોતાના આત્માને ઠગી લીધો છે.
આ વાત સમજવામાં અનંતો પુરુષાર્થ જોઈએ, ઘણી અંદરમાં પાત્રતા જોઈએ, બધેથી સુખબુદ્ધિ ઉડી જવી જોઈએ, એની ઘણી પાત્રતા જોઈએ. એની પર્યાયમાં ઘણી યોગ્યતા જોઈએ છે. શ્રીમદ્ કહે છે કે તું તારા દોષથી દુ:ખી થઈ રહ્યો છે, તારો દોષ એટલો કે પરને પોતાનું માનવું ને પોતાને ભૂલી જવું.