________________
૮૨
૧૩. કર્મ મંદ પડે ત્યારે પુરુષાર્થ કરજે એમ નથી કહ્યું. જે પુરુષાર્થ કરે તેને કર્મનો ઉપશમાદિ સ્વયં થાય છે. નિમિત્તો, પર પદાર્થો ને રાગની ઉપેક્ષા કરાવે છે ને શુદ્ધ સ્વભાવની અપેક્ષા કરવાનો ઉપદેશ છે. અન્યથા પુરુષાર્થ કરે ને ફળ ઇચ્છે તેથી કેવી રીતે ફળ સિદ્ધિ થાય ? તપશ્ચરણાદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ શાસ્ત્રમાં તો શુભ બંધ કહ્યું છે ને તેનાથી મોક્ષ ઇચ્છે છે તે કેવી રીતે થાય ? એ તો ભ્રમ છે. વળી ત્યાં પ્રશ્ન થાય છે એ ભ્રમનું કારણ પણ કોઈ કર્મ જ છે, પુરુષાર્થ શું કરે ? સારા ઉપદેશથી નિર્ણય કરતાં ભ્રમ દૂર થાય છે. નિર્ણય કરતાં પરિણામોની વિશુદ્ધતા થાય છે, તેથી મોહની સ્થિતિ-અનુભાગ ઘટે છે. મોહ કર્મના ઉપશમાદિથી ભ્રમ દૂર થઈ જાય છે.
૧૪. નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી તેનું કારણ પણ કર્મ જ છે ને ? એકેન્દ્રિયાદિકને વિચાર કરવાની શક્તિ નથી તેમને તો કર્મ જ કારણ છે, પણ આને તો જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમથી નિર્ણય કરવાના શક્તિ પ્રગટ થઈ છે. જ્યાં ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે; પરંતુ આ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે છે અને અહીં ઉપયોગ લગાવતો નથી એ તો એનો પોતાનો જ દોષ છે, ત્યાં કર્મનું કાંઈ પ્રયોજન નથી.
૭૪
૧૫. સમ્યક્ત્વ-ચારિત્રનો ઘાતક તો મોહ જ છે, એટલો તેનો અભાવ થયા વિના મોક્ષનો ઉપાય કેવી રીતે બને ?
તત્ત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી એ તો આનો જ દોષ છે. પુરુષાર્થ વડે જો તત્ત્વ નિર્ણય કરવામાં ઉપયોગને લગાવે તો સ્વયં જ મોહનો અભાવ થતાં સમ્યક્ત્વાદિપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે; પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયંમેવ થશે. પોતે તો મહંત રહેવા ઇચ્છે છે ને પોતાનો દોષ કર્માદિમાં લગાવે છે ? પણ જિનઆજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહિ. તારે વિષય-કષાયરૂપ જ રહેવું છે માટે આવું જુઠું બોલે છે. જો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી યુક્તિ શા માટે બનાવે ?
૧૬. કોઈ કહે કે સર્વજ્ઞ ત્રણ કાળ ત્રણ લોકનું જાણે છે, અમારું પણ તેમના જોયા પ્રમાણે થવાનું છે પછી પુરુષાર્થ કરવાનો ક્યાં રહ્યો ? સર્વજ્ઞ કહે છે