________________
૭૬
કરે પણ ત્યાં પર્યાય આશ્રિત પ્રયોજન મુખ્ય હોવાથી-વ્યવહારનય પક્ષનો સદ્ભાવ રહે છે ત્યાં સુધી યથાર્થ નિર્ણય થઈ શકતો નથી, ત્યાં સુધી
મિથ્યાત્વનો ત્યાગ થતો નથી. ૭. યથાર્થ સ્વરૂપના નિશ્ચયના અભાવમાં કૃત્રિમ પ્રકારે નિશ્ચય નયનો પક્ષ
કરનારને પણ મિથ્યાત્વનો અભાવ થતો નથી. સહજ આત્મ સ્વરૂપને સહજતા સાથે સુસંગત છે, કૃત્રિમ મુખ્યતા સાથે નહિ. આ રીતે નિશ્ચય નયનો પણ અયથાર્થ પક્ષ કાર્યકારી નથી. સમ્યગ્દર્શન અને સમજ્ઞાનરૂપ આત્માની પ્રગટ પ્રસિદ્ધિ નયપક્ષ રહિત પરિણામ સ્વરૂપ છે તે સ્પષ્ટ છે અને તે પૂર્વે દ્રવ્ય કૃતના અવલંબને તે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવાનું કહ્યું છે. આત્માનું લક્ષણ જ્ઞાન
છે અને તે જ્ઞાનલક્ષણથી જ આત્માને ઓળખી શકાય છે.. ૯. ખરી ભાવનાપૂર્વકની અપૂર્વ અંતર જિજ્ઞાસાનું સ્વરૂપ બરાબર સમજી
લઈએ તો તત્ત્વ નિર્ણય-સ્વરૂપનો નિર્ણય સહેજે થઈ જાય છે.. ૧૦. ખરી જિજ્ઞાસાના કાળમાં એક એવો અજંપો ઊભો થાય છે કે ક્યાંય ચેન
ન પડે અને અંદરમાં વૃત્તિ સ્વરૂપ શોધમાં જ ફર્યા કરે. એવા કાળમાં પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં પરમ સના દાતાર પ્રત્યે અત્યંત બહુમાન આવવાથી, પૂર્ણ અર્પણતા ઉત્પન્ન થવાથી અન્ય સર્વવિષયોમાં પરિણામો
નિરપણાને પામે છે અને જ્ઞાનની નિર્મળતા થાય છે. ૧૧. આવી નિર્મળ જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન સ્વભાવી આત્માની જિજ્ઞાસુ
નિર્ણય કરે છે ત્યારે જ્ઞાન પોતે પોતાના પૂર્ણ સ્વભાવના પ્રગટ અંશ દ્વારા
નિજ અવલોકનથી નિશ્ચય કરે છે. ૧૨. જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણો વડે જ આત્માને જાણી
શકાય છે, આ એક જ ઉપાય છે. ૧૩. જ્ઞાન પોતે પોતાના જ્ઞાનમાત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચય કરે જ્ઞાન
જ્ઞાનના આધારે જ છે. સાથે સાથે પોતાના અનંત સામર્થ્યનો અને
આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. ૧૪. એક વાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વભાવ લક્ષગત થયો એટલે તે જીવ
નિર્વાણનો જ પાત્ર છે. આ જ સ્વભાવ છે, એમ સ્વભાવ સન્મુખ જ જેર હોવાથી તે અવશ્ય અનુભવ કરવાનો જ છે.