________________
७८
૬.
આ બધું કરવું, કરવું, કરવું-એવો જે ભાવ છે તે રાગ છે, અને રાગ મારો એ માન્યતા મિથ્યાદર્શન છે.
૭. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્વ સંવેદનપૂર્વક આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તે હું-એમ જે જણાયો તે જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. તથા એ ધ્રુવ જ્ઞાયકમાં એકાગ્રતા-રમણતા થઈ તે ક્રિયા એટલે ચારિત્ર છે. આ જ્ઞાન અને ક્રિયા તે મોક્ષનો માર્ગ છે. એની પૂર્ણતા તે મોક્ષ છે. આત્માનું જ જ્ઞાન, આત્માનું શ્રદ્ધાન અને આત્માની રમણતા-સ્થિરતા થાય છે અને તે ધર્મની ક્રિયા છે.
૮.
સહજ ઉદાસીન - જ્ઞાતા-દૃષ્ટા માત્ર અવસ્થા-સહજ જાણનરૂપ ક્રિયા. ૯. ‘સ્વ’ નું ભવન તે સ્વભાવ છે. પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે. નિશ્ચયથી જ્ઞાનનું થવું એટલે જેવો જ્ઞાન સ્વભાવ છે તે રૂપે પરિણમવું તે આત્મા છે. સમ્યગ્દર્શનપણે, સભ્યજ્ઞાનપણે, સભ્યપ્ચારિત્રપણે, અતીન્દ્રિય આનંદપણે પરિણમવું તે આત્મા છે. આત્મા નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાનશાંતિપણે પરિણમે તે આત્મા છે.
૧૦. પોતાના સ્વભાવની પુષ્ટિ કરવી એ નિશ્ચય છે.
૧૧. જેને પર લક્ષી ક્ષયોપંશમ વિશેષની પણ અધિકતા (ગૌરવ) ભાસે છે તેને પણ વિકારનું જ પરિણમન ભાસે છે. પરસત્તાવલંબી જ્ઞાનના પ્રેમમાં તેને ચૈતન્ય સ્વભાવ પ્રત્યે અનાદર જ રહેલો છે. તેને ચૈતન્ય સ્વરૂપી આત્મા અને તેના નિર્મળ જ્ઞાન-પરિણમનની ખબર જ નથી.
૧૨. વસ્તુનો સ્વભાવ ધર્મ છે. વસ્તુનો સ્વભાવ શુદ્ધ જ્ઞાન અને આનંદ છે. અને તે એનો ત્રિકાળી ધર્મ છે. હવે એ ત્રિકાળીને લક્ષમાં લઈ નિર્મળ જ્ઞાન અને આનંદપણે પરિણમે તેનું નામ પ્રગટ ધર્મ છે. અને ત્રિકાળનો અનાદાર કરીને દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવના પ્રેમમાં રોકાઈ વિકારરૂપે પરિણમે છે તે સ્વભાવથી વિરુદ્ધ અધર્મ છે; તેને ચૈતન્ય સ્વભાવનું પરિણમન હોતું નથી.
૧૩. અંદરમાં આનંદનું ધામ ભગવાન આત્મા છે. એની એક સમયની જ્ઞાનની પર્યાયમાં આખો ધ્રુવ ભગવાન ભાસે, એની એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણાનંદનો નાથ પ્રતીતિમાં આવે-આનું નામ ધર્મ છે. આવા ધર્મસ્વરૂપે જ્ઞાનનું થવું-પરિણમવું તે મોક્ષમાર્ગ છે.