________________
૧૫. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ
જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને તે વધતા જતાં જ્ઞાન સામર્થ્ય દ્વારા
મોહ શિથિલ થતો જાય છે. ૧૬. અસ્તિત્વના ભાસવાથી સમ્યત્વ પ્રાપ્ત થાય છે. નિર્મોહી એવા સ્વરૂપનું
અસ્તિત્વ ભાસતા મોહ પ્રકૃત્તિનું જોર શિથિલ થઈ જાય છે. ૧૭. એક બાજુ દર્શન મોહનું બળ શિથિલ થાય છે, કષાય શક્તિ ક્ષીણ થાય
છે, બીજી બાજુ અખંડ આત્મદ્રવ્ય પ્રત્યેનો અપૂર્વ મહિમા ઉમટી પડે
છે. આ રીતે મૂળમાંથી અનેક પ્રકારે ફેર પડે છે. ૧૮. દષ્ટિ (શ્રદ્ધા)નો વિષય નિર્વિકલ્પ ભાવે સત્તાને, અસ્તિત્વને વિષય કરવું
તે છે. પ્રથમ જ્ઞાનમાં નિજ અસ્તિત્વરૂપ ભાસવારૂપ થાય છે. આમ
જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે. ૧૯. આ રીતે આત્માની ઓળખાણરૂપ યથાર્થ સ્વરૂપ નિશ્ચય'નું સ્વરૂપ
જિજ્ઞાસા અને લગનીના બળે સંપ્રાપ્ત થાય છે. ૨૦. આમાં સ્વરૂપનો અપૂર્વ મહિમા અને સહજ પુરુષાર્થનો ઉપાડ મુખ્ય છે. ૩. “થોડીક વ્યાખ્યાઓ”: ૧. સ્વભાવની અરુચિ-અણગમો તે અનંતાનુબંધી ક્રોધ છે. પુણ્ય-પાપના
ભાવો અને દેવ-શાસ્ત્ર-ગુરુ ઇત્યાદી પર પદાર્થોની રુચિ અને સ્વસ્વરૂપની
અરુચિ તે આત્મા પ્રત્યેનો દ્વેષ છે અને તે અનંતાનુબંધી કોધ છે ૨. પુણ્ય-પાપ આદિ પર પદાર્થોમાં અહેબુદ્ધિ થવી એ અનંતાનુબંધી માન
૩. પુણ્ય-પાપ આદિ પર પદાર્થોના પ્રેમની આડમાં ચૈતન્યસ્વભાવમય નિજ
આત્માનો ઇન્કાર કરવો તે અનંતાનુબંધી માયા છે. ૪. સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ આદિ પર પદાર્થોની અભિલાષા-વાંછા
કરવી તે અનંતાનુબંધી લોભ છે. ૫. નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે. તેને દષ્ટિમાં
ન લેતાં હું એક કર્તા છું અને અંદર જે પુણ્ય-પાપના કોધાદિ વિકાર થાય છે તે મારું એકનું (એક સ્વભાવી આત્માનું) કર્તવ્ય છે એવી જે માન્યતા છે તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે.