________________
-
૭૪
અતીન્દ્રિય આનંદનું ધામ ચિદાનંદ પ્રભુ આત્મા છે. તેના શ્રદ્ધાન-જ્ઞાન અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન થયા પછી તે સ્વરૂપમાં જ ચરવું-રમવું-જામી જવું ને ત્યાં લીન-સ્થિર થઈ જવું તેને ત્રણ લોકના નાથ કેવળી પરમાત્મા ચારિત્ર કહે છે. સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક આવું ચારિત્ર તે મોક્ષનું કારણ છે. -
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ને સમ્યક્યારિત્રની નિર્વિકારી નિર્દોષ દશારૂપે ભગવાન આત્મા-આત્મતત્ત્વ આ રીતે પરિણમે છે. અંદર જે એક ચૈતન્ય.. ચૈતન્ય... ચૈતન્ય....એવું ચૈતન્ય સામાન્ય સ્વરૂપ, જ્ઞાનાનંદસ્વરૂપ, ભગવાન સ્વરૂપ નિજ આત્મતત્ત્વ છે તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપે પરિણમે છે.
ભગવાન આત્મા આનંદનું ધામ પ્રભુ પૂર્ણ શુદ્ધ છે. તેનો અંતર નિર્વિકલ્પ અનુભવ કરવો, ને તેની શ્રદ્ધા કરવી તે સમકિત છે. તેના આનંદના વેદનાવાળું સમ્યજ્ઞાન તે જ્ઞાન છે. અને સ્વરૂપમાં ઉગ્ર રમણતા-લીનતા કરવી તે ચારિત્ર છે. જેમાં પ્રચુર આનંદનું સ્વ સંવેદન થાય તે ચારિત્ર છે. એવું જે એક જ ચૈતન્ય સામાન્યરૂપ નિજ આત્મતત્ત્વ છે તે પર્યાયરૂપ થાય છે, સામાન્ય પર્યાયમાં વિશેષરૂપ થાય છે. તે જ મોક્ષમાર્ગ છે. નિશ્ચય રત્નત્રયઃ ભગવાન આત્મા જ્ઞાન-આનંદ આદિ અનંત શક્તિઓનું પૂર્ણ શુદ્ધ ચૈતન્ય દળ છે તેનો આશ્રય લેતાં-એ ન્યાયે જે પર્યાય પ્રગટ થાય છે તે શુદ્ધ રત્નત્રય છે અને તે માર્ગ છે. અહા ! ચાલવાનો રસ્તો-માર્ગ શુદ્ધ રત્નત્રય છે કે જે માર્ગે જતાં માર્ગનું ફળ મોક્ષ-મુકિત પ્રાપ્ત થાય છે. આવી અલૌકિક વાત છે.
સ્વ આશ્રયે જે વીતરાગી પરિણતિ ઉત્પન્ન થાય છે તેને અહીં શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ કહ્યો છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રય છે એ પર્યાય છે. એ મોક્ષનો માર્ગ છે.
“માર્ગ મો ઉપાય છે અને તેનું ફળ નિર્વાણ છે.” ભાઈ! આ જ માર્ગ છે, અને આ માર્ગથી જ મુક્તિ છે. બીજે કોઈ માર્ગ નથી અને બીજા માર્ગથી મુક્તિ નથી. આ સમ્યક એકાંત છે. વ્યવહાર જે રાગ છે તે કાંઈ મોક્ષમાર્ગ નથી. એ તો બીજો બંધમાર્ગ છે. વ્યવહાર મોક્ષમાર્ગ એ તો ઉપચાર માત્ર છે, એ કાંઈ વાસ્તવિક મોક્ષમાર્ગ નથી.
ભગવાન આત્મજ્ઞાનાનંદનો દરિયો પ્રભુ અંદર પૂર્ણાનંદસ્વરૂપથી ડોલી રહ્યો છે. અહા ! અંતર પરમ સ્વસ્વભાવનો આશ્રય કરતાં એલૌકિક લાભ થાય