________________
૭૨
જ્ઞાની આત્માને પર વસ્તુઓથી જુદો જાગી યથાર્થ નિશ્ચય કરવાવાળો અંતરાત્મા કહેવાય છે. શુદ્ધોપયોગી આત્મધ્યાની મુનિ ઉત્તમ અંતરાત્મા છે. જે નિશ્ચય સમ્યગ્દર્શનાદિ સહિત છે, ત્રણ કષાયની ચોકડી રહિત છે, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મને અંગીકાર કરી અંતરંગમાં એ શુદ્ધોપયોગ વડે પોતાને અનુભવે છે. એવી અંતરંગ દશા સહિત મુનિ ઉત્તમ અંતરાત્મા છે.
સમ્યગ્દષ્ટિ શ્રાવક તે મધ્યમ અંતરાત્મા છે.
સમ્યગ્દષ્ટિ જીવ તે જધન્ય અંતરાત્મા છે.
બાકી બધા જીવ મિથ્યાદષ્ટિ બહિરાત્મા છે.
શુદ્ધાત્માને આશ્રિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ ભાવ તે જ સંવર છે. નિશ્ચય સમ્યગ્દર્શન થતાં સંવર-નિર્જરા શરૂ થાય છે. તે પહેલા આસ્રવ અને બંધ જ છે. આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય થવાથી જે અંદર પરિણતિ ચાલી રહી છે તે શુદ્ધ પરિણતિ છે.
અખંડાનંદ નિજ શુદ્ધાત્માના લક્ષના બળથી અંશે શુદ્ધિની વૃદ્ધિ થવી અને અશુદ્ધિની અંશે હાની થવી તે ભાવ નિર્જરા છે. તે ક્ષણે કર્મોનું ખરી જવું તે દ્રવ્ય નિર્જરા છે.
શુદ્ધોપયોગ : શુભ અને અશુભ રાગ-દ્વેષની પરિણતિથી રહિત (શુદ્ધ પરિણતિ સહિત) સમ્યગ્દર્શન-જ્ઞાન સહિત ચારિત્રની સ્થિરતા તે શુદ્ધોપયોગ છે. સમ્યગ્દર્શન : શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે. તેનું લક્ષણ વિપરીત અભિપ્રાય રહિત તત્ત્વ શ્રદ્ધાન છે.
સમ્યજ્ઞાન : જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે. તેનું લક્ષણ સંશયાદિ દોષ રહિત સ્વ-પરનો યથાર્થપણે નિર્ણય છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બંને એક સાથે પ્રગટે છે. બંને જુદા જુદા ગુણના પર્યાયો છે. સમ્યગ્દર્શન નિમિત્ત કારણ છે અને સમ્યજ્ઞાન નૈમિત્તિક કાર્ય છે. જેમ કે દિપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે. શ્રદ્ધા ગુણ કોને કહે છે ?
જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ (યથાર્થ પ્રતીતિ) થાય તેને શ્રદ્ધા (સમ્યક્ત્વ) કહે છે.
નિશ્ચયના બે ભેદ છે. એક સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ. પોતાના આશ્રયે જે વિકલ્પ ઊઠે છે - ‘હું શુદ્ધ છું, વિજ્ઞાનધન છું’ ઈત્યાદિ તે સવિકલ્પ