________________
૬૫
નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાનથી જ થાય છે બીજી કોઈ
રીતે સંભવ નથી. આગમની આજ્ઞા
જ્યાં સુધી અભિપ્રાયમાં અંશ માત્ર શુભ રાગનું અવલંબન રહે ત્યાં સુધી સંસાર વૃક્ષનું મૂળિયું એવું ને એવું રહે છે. પાપ છોડીને અજ્ઞાનપૂર્વક વ્રત-તપ-દયાશીલ-પૂજા વગેરે શુભ ભાવો ભૂતકાળમાં અનંતવાર કરી ચૂક્યો છે, પણ તેનાથી ભવ ભ્રમણનો અંત ન આવ્યો. રાગના આશ્રયની બુદ્ધિ ન છૂટી તેથી સંસારમાં જ રખડ્યો. અરે ભાઈ! એક ક્ષણિક પુણ્યવૃત્તિને ખાતર તું આખા મોક્ષમાર્ગને વેંચી રહ્યો છે ! ક્ષણિક પુણ્યની મીઠાસ આડે તું આખા નિજ ચિદાનંદ તત્ત્વનો આશ્રય છોડી દે છે. રાગની મીઠાસ આડે તું આખા મોક્ષમાર્ગને છોડી રહ્યો છે ને સંસારમાર્ગને આદરી રહ્યો છે, તો તારી મૂર્ખાઈનું શું કહેવું? બાપુ! મોક્ષની ઇચ્છાથી તે જ્યારે દીક્ષા લીધી હતી ત્યારે શુદ્ધાત્માના અનુભવરૂપ સામાયિકની પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ તું તો શુભ રાગના અનુભવમાં જ અટકી ગયો, રાગથી ભિન્ન ચૈતન્યની તેં શ્રદ્ધા પણ ન કરી; મોક્ષના સાધનરૂપ સાચી સામાયિકને તે
ઓળખી પણ નહિ. ચિદાનંદ સ્વભાવના શ્રદ્ધા-જ્ઞાન-અનુભવરૂપ સામાયિક મોક્ષનું કારણ છે એનો સ્વીકાર જેઓ નથી કરતા તેઓ રાગના અનુભવને જ મોક્ષનું કારણ માની તેમાં અટકે છે. ચૈતન્ય સ્વભાવનો પુરુષાર્થ તેમને જાગ્યો નથી. જેઓ વ્યવહારે અહંત ભગવાનના માર્ગને જ માને છે, ભગવાને કહેલ ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ વસ્તુ તથા નવ તત્ત્વો વગેરેને વ્યવહારે બરાબર માને છે પણ અંતરમાં રાગ અને ચૈતન્યની ભિન્નતાનું જ્ઞાન કરતા નથી ને સ્થૂલ લક્ષપણે શુભરાગમાં જ અટકી જાય છે. મોક્ષતો જ્ઞાન વડેપમાયછે, પુણ્ય વડે નહિ. જ્ઞાન સ્વભાવનો આશ્રય કરી જ્ઞાનપણે પરિણમવું તે જ મોક્ષનું કારણ છે. જેઓ અંતર્મુખ થઈને જ્ઞાન સ્વભાવનો આશ્રય કરે છે તેઓ જ મુક્તિ પામે છે, માટે
જ્ઞાન સ્વભાવનો આશ્રય કરી જ્ઞાનરૂપે પરિણમવું તે જ આગમની આજ્ઞા છે. ૮. મિથ્યા અભિપ્રાયનું સ્વરૂપ ૧. એક સમયની પર્યાયમાં જ વેદન આવે છે. શક્તિમાં તો વેદન નથી. તેથી
આ વેદન જ પ્રસિદ્ધ હોવાથી તેને જ અજ્ઞાની “આત્મા માની લે છે. ખરેખર તો આત્મા ક્ષણિક પર્યાયમાં જતો જ નથી, એવો ને એવો જ ત્રિકાળ રહે છે. તેમાં અહંપણું થયા વિના સુખ શાંતિ થઈ શકતી નથી.