________________
૬૭
૮. શાસ્ત્રમાં જ્ઞાન કરવાનું કહ્યું તો કેટલાક લોકો ચિંતવનમાં જ રોકાઈ ગયા
અને પુરુષાર્થ કરવાનું કહ્યું તો વિકલ્પમાં જ રોકાઈ ગયા. ૯. પરિણામની મર્યાદા દેખતા રહેવાથી અપરિણામીનું જોર છૂટી જાય છે.
અપરિણામીના જોરમાં પરિણામનું જ્ઞાન સહજ રહે છે. ૧૦. આની તો જરૂરીઆત છે ને, તેની તો જરૂરીઆત છે ને! (એવો ભાવ
અજ્ઞાનીને રહે છે) અરે ભાઈ! પહેલાં હું અજરૂરીયાતવાળો છું તે તો
નિર્ણય કરો ! ૧૧. પર્યાયને સ્વ સન્મુખ કરું-અંતરમાં વાળું અંતરમાં ઢાળું, એવી એવી
પર્યાયના કર્તાપણાની સૂક્ષ્મ ભ્રાંતિ જીવને રહી જાય છે. પર્યાયનું મુખ બદલવું છે, તે અપેક્ષાએ તે વાત સાચી છે, પરંતુ ધ્રુવ ઉપર બેસતાં જ તે
સ્વ સન્મુખપણું સહજ થાય છે. ૧૨. “રાગને શાનનું શ્રેય તો બનાવવું ને?' એ પ્રશ્ન ઊઠે છે. તો તેનું સમાધાન
એ છે કે રાગને જ્ઞાનનું શેય બનાવવા જાય છે તે દષ્ટિ જ જૂઠી છે. સ્વયંને શેય બનાવ્યો, તો રાગ તેમાં (જુદો) જણાય જ છે. રાગને જોય શું બનાવવું
છે ?
૯. કોઈ પણ રીતે આત્મ અનુભવ કરઃ
દેહથી ભિન્ન ચૈતન્ય સ્વભાવે શોભી રહેલો એવો તારો આત્મા સંતો તને દેખાડે છે, તે દેખીને હે જીવ! તું પ્રસન્ન થા... આનંદિત થા...! ' રે ભાઈ! તું કોઈ પણ રીતે તત્ત્વનો કૌતુહલી થા. હિતની શિખામણ આપતા આચાર્યદવ કહે છે કે હે ભાઈ! ગમે તેમ કરીને તું તત્ત્વનો જિજ્ઞાસુ થા ને દેહથી ભિન્ન આત્માનો અનુભવ કર. દેહ સાથે તારે એકતા નથી પણ ભિન્નતા છે, તારો ચૈતન્યનો વિલાસ દેહથી જુદો છે, માટે તારા ઉપયોગને દેહ તરફથી ખસેડીને અંતરમાં વાળ.
પરમાં તારું નાસ્તિત્વ છે, માટે તારા ઉપયોગને ઘર તરફથી પાછો વાળ. તારા ઉપયોગ સ્વરૂપ આત્મામાં પરની પ્રતિકૂળતા નથી, તેથી મરણ જેટલું કષ્ટ આવે તો પણ તેની દષ્ટિ છોડીને અંતરમાં જીવતા ચૈતન્ય સ્વરૂપની દષ્ટિ કર. મરીને પણ તું આત્માનો અનુભવ કર.
જે જીવ દેહને, કર્મને તથા રાગને જ આત્માનું સ્વરૂપ માને છે તે મૂઢ છે, અજ્ઞાની છે, પુરુષાર્થહીન છે. પરને જ આત્મા માનીને તે આત્માના