________________
૨. પોતાનું સુખ જોયું નથી. તેથી કોની સાથે મેળવે કે આ દેવ, ગુરુ આશ્રિત
વૃત્તિ પણ દુ:ખ છે, એમ જાણે ! તેથી (અજ્ઞાનીએ) એકાંત દુ:ખને
એકાંત સુખ માની લીધું છે. ૩. નિશ્ચયાભાસના નિષેધ માટે જ્યારે એમ કહેવામાં આવે છે કે સાંભળવાના
ભાવ તો ગણધરને પણ આવે છે-અધ્યયનનો ભાવ તો મુનિઓને પણ આવે છે-વગેરે કથન આવે છે. તેમાં અજ્ઞાનીને વહેવારપક્ષની પુષ્ટિ થઈ જાય છે અને નિશ્ચયાભાસ થઈ જવાનો ડર (ભય) લાગે છે, તેથી નિશ્ચય ઉપર જોરદઇ શકતો નથી. અને વહેવારમાં ખેંચાઈ જાય છે-રાગમાં આદર
ભાવ રહી જાય છે. ૪. અભિપ્રાયમાં જરાક જેટલી ભૂલ તે પણ પૂરી ભૂલ છે. પર્યાય ધ્યાન
કરવાવાળી છે અને હું તો ધ્યાનનો વિષયભૂત છું. પર્યાય મારું ધ્યાન કરે છે. હું ધ્યાન કરવાવાળો નથી.
હું ધ્યાન કરું તે વાતમાં અને હું ધ્યાન કરવાવાળો નથી - હું તે ધ્યાનનો વિષય છું એ વાતમાં થોડો ફેર લાગે છે, પરંતુ રાત-દિવસ જેટલો મોટો ફેર છે. એકમાં પર્યાયદષ્ટિ રહે છે, બીજામાં દ્રવ્યદષ્ટિ થાય છે એટલો
મોટો ફેર છે. ૫. સાંભળવા વગેરેનો ભાવ જ્ઞાનીને-ગણધરને પણ આવે છે તો આપણને
કેમ ન આવે? એવી વાતોના અવલંબનથી અજ્ઞાની જીવ એવા એવા પરાશ્રિત ભાવની પુષ્ટિ કરે છે. (મુનિને) વિકલ્પ અંશ ક્ષણ પૂરતો આવે છે ત્યારે કહે છે કે આકાશ વગેરેથી પણ ગુરુ મહાન છે. ગુરુની મહાનતામાં આકાશ તો રાઇના દાણા સમાન છે. તો એવું સાંભળીને વ્યવહારના પક્ષવાળો જીવ ત્યાં ચોંટી જાય છે કે એટલા મહાન છે તો હું વિનયાદિમાં બરાબર રહું, નહિ તો નિશ્ચયાભાસી થઈ જઈશ. પરંતુ ભાઈ ! નિશ્ચય ગુરુ તો પોતાનો
આત્મા છે, તે પડ્યો રહ્યો !! સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ! ૭. દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની જે મચક છે (શુભ ભાવ છે) તે પણ નુકસાન જ
છે. તેમાં જીવ લાભ માની બેસે છે. કહે છે કે નિમિત્તથી લાભ થતો નથી, પરંતુ અભિપ્રાય તો લાભનો જ કરી રાખ્યો છે. તેથી ત્યાંથી પોતાની તરફ આવતો જ નથી.