________________
૬૦
૪. આત્માનો અને વિભાવનો સ્વભાવ ઓળખીને, તેના ભેદ પાડીને, સ્વમાં એકત્વ બુદ્ધિ અને પરથી વિભક્ત બુદ્ધિ કરવા જેવી છે.
૫. પરતું હું કરી શકું છું અને પર મારું કાર્ય છે’ એવી કર્તા-કર્મની પ્રવૃત્તિમાં અનાદિથી પોતાને ભૂલી ગયો છે. પણ ‘સ્વભાવનું પરિણમન કરનારો તે હું અને સ્વભાવ મારું કાર્ય' એમ પરિણતિ પ્રગટ થાય તે મુક્તિનું કારણ છે. આત્મા જ્ઞાનનું ધામ-સુખનું ધામ છે તેવી પરિણતિ પ્રગટ કરવી.
૬. દેવ-ગુરુ-શાસ્ત્રનું સાનિધ્ય તો મળ્યું પણ અંતરનું સાનિધ્ય કેમ પ્રગટે તે કરવા જેવું છે, તેની જ સમીપતા, અદ્ભુતતા લાવવા જેવી છે.
૭. જ્ઞાયકના ધ્યેયપૂર્વકનું જીવન તે ખરું જીવન છે. હું અનાદિથી બહારના પદાર્થોને જાણું છું એ ભ્રમ-મિથ્યા માન્યતા છે. જે જ્ઞાન પર લક્ષી છે તે અજ્ઞાન છે. મારું જ્ઞાન-જ્ઞાયકને જ જાણે છે. ખરેખર તો જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જાણનારો જણાય છે. આ રીતે એકત્વ, મમત્વ, કતૃત્વ, ભોકતૃત્વ અને જ્ઞેયત્વબુદ્ધિ કાઢવાની છે.
૪. સાચી સમજણ અને વ્રતાદિનો ક્રમ :
૧. સમ્યગ્દર્શન વગર આત્મકલ્યાણનો બીજો કોઈ ઉપાય ત્રણ કાળ ત્રણ લોકમાં નથી.
૨. માટે જ્યાં સુધી સમ્યગ્દર્શનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એનો જ અભ્યાસ નિરંતર કર્યા કરવો.
૩. આત્મસ્વભાવની સાચી સમજણનો જ પ્રયત્ન કર્યા કરવો. એ જ સરળ અને સાચો ઉપાય છે.
૪. સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે ક્ષણે મિથ્યાત્વ ભાવ મંદ પડતો જાય છે.
૫. કોઈ જીવ એમ માને કે ‘ અત્યારે આપણે આત્મા સમજવાનું શું કામ છે ? પહેલાં રાગ ઘટાડીને ત્યાગ કરવા માંડો. આત્મા ન ઓળખાય ત્યાં સુધી વ્રત વગેરે કરવા, એમ કરવાથી ક્યારેક આત્મા ઓળખાશે' - એમ માનનાર મિથ્યાદષ્ટિ છે, તે મોક્ષમાર્ગના ક્રમનું ઉલ્લંધન કરે છે. આત્માને ઓળખ્યા વગર કોનો ત્યાગ ? અને શેનાં વ્રત ?
૬.
પ્રથમ રાગ રહિત સ્વભાવને સમજ્યા વગર યથાર્થપણે રાગ ટળી જ શકે નહિ, અને વ્રતાદિ હોય જ નહિ. હજી જેનામાં આત્મભાન કરીને ચોથું
જ