________________
પ૯
૨. એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધીનો અભાવ થતાં એકતાલીસ
કર્મ પ્રવૃત્તિઓનો બંધ તો મટી જ જાય છે, તથા સ્થિતિ અંત:કોડાકોડી સાગરની રહી જાય છે અને અનુભાગ પણ થોડો જ રહી જાય છે. થોડા
જ કાળમાં તે મોક્ષપદ પામે છે. ૩. પણ મિથ્યાત્વનો સદ્ભાવ રહેતાં અન્ય અનેક ઉપાય કરવા છતાં પણ
મોક્ષ થતો નથી. માટેહરકોઈ ઉપાય વડે પણ સર્વપ્રકારથી એ મિથ્યાત્વનો
નાશ કરવો યોગ્ય છે. ૪. કર્મ વગેરે પરને લીધે જીવના પરિણામ બગડતા-સુધરતા નથી, પણ
પોતાના ઉદ્યમથી જ પરિણામ બગડે-સુધરે છે, તેથી એવો ઉપદેશ છે કે
પોતાના પરિણામ સુધારવાનો ઉદ્યમ કરવો યોગ્ય છે. ૫. માટે સર્વ પ્રકારના મિથ્યા ભાવો છોડી સ્વભાવ સમ્મુખ થઈને સમ્યગ્દષ્ટિ
થવું યોગ્ય છે. સમ્યગ્દર્શન જ પરમ હિતનો ઉપાય છે. આ ૬. સમ્યગ્દર્શન વગર શુભ ભાવ કરે તો પણ કલ્યાણ નથી; કેમ કે સંસારનું
મૂળ મિથ્યાત્વ છે. ૭. મિથ્યાત્વ જતાં (શુદ્ધોપયોગ થતાં) જીવની એટલી શુદ્ધ પરિણતિ થઈ
કે તે જીવની દુર્ગતિનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જુઓ, આ સમ્યગ્દર્શનનો આ પ્રતાપ! સમ્યગ્દર્શન થતાં અલ્પકાળમાં જીવ અવશ્ય મોક્ષ પદ પામે છે. - આ ઉપાયથી જીવનું કલ્યાણ થાય છે માટે હર કોઈ ઉપાય વડે પણ
| સર્વ પ્રકારથી એ મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શન પ્રગટ કરવું યોગ્ય છે. ૩. સાધકનો ધ્યેય? ૧. અંતરમાં શાયકનું લક્ષ અને બહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવા.
જ્ઞાયકની સમીપમાં જીવન ગાળવું, તે એક જ ધ્યેય રાખવા જેવું છે. ૨. આત્મા અને આસવોનો ભેદ કરવાનો છે. આસવો આકુળતારૂપ છે અને
ભગવાન આત્મા નિરાકુળરૂપ છે. વિભાવ દુ:ખરૂપ છે, દુ:ખનું કારણ છે, બધું દુઃખનું ફળ તેમાંથી આવે છે. આત્મા સુખરૂપ છે, સુખનું કારણ
છે, બધું સુખ આત્મામાંથી આવે છે. ૩. જ્ઞાયક આત્માને જાણો ક્યારે કહેવાય? આસ્રવોથી (વિભાવથી) નિવૃત્તિ
થાય અને સ્વભાવમાં પરિણતિ થાય. આનંદઘન આત્માને પ્રગટ કરવાનો છે. તેનું ધ્યેય રાખવા જેવું છે. તે તરફ પરિણતિ કરવી.