________________
*
૫૮
મોક્ષમાર્ગની સાધના
૧. સાધનાનોમઃ
૧. સાધનાનો અર્થ છે ધીરજપૂર્વક અભ્યાસ કરવો. ૨. અભ્યાસ કરવાથી પ્રવૃત્તિ અને રુચિ સહજ પરિવર્તન પામે છે. ૩. ગૃહસ્થ દશામાં છે, તો ત્યાં રહીને પણ પોતાની ભાવના વર્ધમાન કરતાં
રહી શક્તિ વૃદ્ધિનો અભ્યાસ કરવો જરૂરી છે. ૪. બાહ્ય આડંબરથી દૂર રહી, અંતરંગ અભ્યાસ કરવાનો છે. તેમાં ગૃહસ્થને
યોગ્ય સંવર તત્ત્વનો સમાવેશ થાય છે. ૫. આ અભ્યાસમાં અભિપ્રાય, સ્થિતિ અને શક્તિને ચકાસવાની આવશ્યકતા
છે. ૬. પ્રથમ સાધકે પોતાના અભિપ્રાયમાં પરિવર્તન લાવવું આવશ્યક છે. ૭. ત્યાર પછી પોતાની પરિસ્થિતિ અનુસાર યથાશક્તિ સાધના કરવી જોઈએ.
તેમાં શક્તિને ગોપવવી નહિ કે શક્તિથી અધિક માત્રામાં ત્યાગાદિમાં પ્રવૃત્ત થવું નહિ. જીવનની પરિસ્થિતિ પ્રમાણે સમતુલા રાખીને માર્ગ ગ્રહણ કરવો. સમતુલા ન
બળવતાં અતિકામ કરે તો સાધક આગળ વધી શકતો નથી. ૯. સાધક પોતાની પ્રકૃત્તિ, શક્તિ અને સ્થિતિ અનુસાર વિવિધરૂપે સાધનાનો
પ્રારંભ કરી શકે છે. તેમાં.... ૧૦. દેવપૂજા, ગુરુ ઉપાસના, સત્સંગ, સ્વાધ્યાય વગેરે સ્વરૂપની સમજણ
માટે છે. સંયમ, દાન, તપ, ત્યાગ...વગેરે વૈરાગ્યના અભ્યાસ માટે છે. વિકલ્પ, ઇચ્છા, આસક્તિ અથવા તે વસ્તુ પ્રત્યેનું અંતરંગ મમત્વ તેમાં
અનુભવાતી મિઠાસ કે રુચિનો ત્યાગ થવો તે સાચો ત્યાગ છે. ૨. સંસારનું મૂળ મિથ્યાત્વ છેઃ ૧. પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે; માટે સર્વ પ્રકારના
મિથ્યા ભાવ છોડી સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે. કારણ કે સંસારનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી.