________________
- ૯. સ્વભાવની સન્મુખ થતાં આત્મા પોતે પોતામાં ઠરી જાય છે ને વીતરાગ
ભાવ થાય છે. બહારના અવલંબને તો આકુળતા થાય છે. સ્વભાવ સન્મુખ થતાં જે સહજ શાંતિનું વદન થાય છે તે મોક્ષમાર્ગ છે. પરમ વીતરાગતા
એક જ મોક્ષનું કારણ છે. ૧૦. કમબદ્ધ પર્યાયના સિદ્ધાંતનું પણ તાત્પર્ય વીતરાગતા છે. જીવને ક્રમબદ્ધ
પર્યાયનો જ્યાં નિર્ણય થઈ જાય છે ત્યાં તે જ્ઞાતા દષ્ટા થઈ જાય છે.
વીતરાગતા પોતાના ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય છે. ૧૧. જ્ઞાયક ભાવ દષ્ટિમાં આવતાં નિમિત્તનું લક્ષ છૂટી ગયું અને નિમિત્તથી
થતાં ભાવોનું લક્ષ છૂટી ગયું. એકલો જ્ઞાયક ભાવ દષ્ટિમાં આવતા નિમિત્તનૈમિત્તિક ભાવ રહેતા નથી. આમ ઉપાદાન અને નિમિત્તનું સાચું સ્વરૂપ
સમજતા વીતરાગતા પ્રગટે છે. ૧૨. નવ તત્વનો અભ્યાસ પણ વીતરાગતા તરફ લઈ જાય છે. સહજ આત્મા
સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ જે ભગવાન આત્મા એને જોતાં આ નવ ભેદ દેખાતા નથી, રહેતા નથી, રાગ-દ્વેષ થતાં નથી-વીતરાગતા જ ઉત્પન્ન થાય છે.
માટે સર્વ અભ્યાસનો સાર વીતરાગતા છે. જીવના એક સંબંધી વાક્યોનું દિગ્દર્શનઃ ૧. સમયસાર ગાથા ૩૮: ‘હું એક શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે;
કંઈ અને તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે !” ૨. સમયસાર ગાથા ૭૩ઃ
છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું;
એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ આ સૌ ક્ષય કરું.” ૩. પરમાર્થ છે નકી, સમય છે, શુદ્ધ, કેવળી, મુનિ જ્ઞાની છે,
એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિકરે. - ગાથા ૧૫૧. ૪. ગાથા ૧૮૧, ૧૮૨, ૧૮૩ - સમયસાર “ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ જોધાદિમાં,
છે ક્રોધ જોધ મહીં જ, નિશ્ચય કોધ નહિ ઉપયોગમાં -૧૮૧ ઉપયોગ છે નહિ અવિધ કર્યો અને નોકર્મમાં,
કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં.” - ૧૮૨