________________
૫૪
પંચેન્દ્રિયના વિષય વ્યાપાર : ઈન્દ્રિયથી ભગવાનને જોવા અને ભગવાનની વાણી સાંભળવી એ વિષયના વ્યાપારથી હું રહિત છું. મન, વચન, કાયાના વ્યાપારથી પાર છે. ભગવાન આત્મા પોતે મન-વચન અને કાયાથી તો ભિન્ન / છે. દ્રવ્ય મન-ભાવ મનથી ભિન્ન છે. 'પ્રભુ’ તો એનાથી પણ રહિત છે; અંદર ભિન્ન છે. ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ એનાથી પ્રભુ આત્મા ભિન્ન છે. ભાવકર્મઃ પુણ્ય અને પાપ, દયા-દાન-વ્રત-ભક્તિ એ બધા ભાવકર્મ. ભાવકર્મ એટલે વિકલ્પની વૃત્તિ જે ઊઠે છે તે. ભાવકર્મ એટલે વિકારી પરિણામ. દ્રવ્યકર્મઃ જડકર્મ જે જ્ઞાનાવરણીય આદિ આઠ તેનાથી ભિન્ન છે. નોકર્મ એટલે શરીર-વાણી-મન અથવા બાહ્ય નિમિત્તો. ખ્યાતિ-પૂજા-લાભની આકાંક્ષાથી પ્રભુ રહિત છે. જે ભોગી દેખવામાં આવે છે, જે ભોગો સાંભળેલા છે અને જે ભોગો અનુભવેલા છે તેની આકાંક્ષાથી પ્રભુ રહિત છે. ઈચ્છારૂપી નિદાન હેતુથી તો પ્રભુ રહિત છે. માયા એટલે કપટ-કુટિલતા અને મિથ્યા એટલે ઊંડે ઊંડે કંઈ પણ રાગથી લાભ થાય-એ મિથ્યા શલ્ય-એવા ત્રણ શલ્યથી “પ્રભુ રહિત છે. કોઈ પણ સૂક્ષ્મ વૃત્તિનું નિદાન', ઊંડી ઊંડી ‘માયા અને ઊડે ઊંડે “મિથ્યાત્વ'નો વિપરીત માન્યતાનો સૂક્ષ્મ ભાવ એવા ત્રણ શલ્યથી “પ્રભુ રહિત છે. અને સર્વ વિભાવ પરિણામોથી “પ્રભુ રહિત છે. “વ સ્વભાવ' જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ પ્રભુ છે. સર્વ વિભાવ પરિણામોથી રહિત છું તો પછી વિભાવ પરિણામ કરતાં કરતાં કેવી રીતે સ્વભાવ પ્રાપ્ત થાય? “વીતરાગ ભાવ પ્રગટ થવાને માટે “સ્વદ્રવ્યનો આશ્રય છે. ત્રણ લોકમાં ત્રણે કાળે શુદ્ધ નિશ્ચય નયથી “પ્રભુ આવો છે. આવી આત્મભાવના નિરંતર ભાવવા જેવી છે. વીતરાગ ભાવ: ૧. સર્વ શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગ ભાવ છે. ૨. આત્મામાં પરની અપેક્ષા છોડીને, સ્વભાવની અપેક્ષા કરવી-તે વીતરાગ
ભાવનું કારણ છે અને તે જ શાસ્ત્રનો સાર છે. ૩. પરની-નિમિત્તની-રાગની-પર્યાયની ઉપેક્ષા કરીને સ્વની-ત્રિકાળ
ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મદ્રવ્યની અપેક્ષા કરે ત્યારે વીતરાગ ભાવ ઉત્પન્ન થાય છે. ભેદજ્ઞાન કરવું એ જ વીતરાગ ભાવનું કારણ છે, તે જ
શાસ્ત્રનો સાર છે. ૪. છ દ્રવ્ય સ્વરૂપ લોક છે, અનંત જીવો છે, સ્વર્ગ-નરકાદિ છે, મોક્ષ પણ
છે ઇત્યાદિ જેટલું વર્ણન શાસ્ત્રોમાં કર્યું છે તે બધાયનો સાર તો આત્માના સ્વભાવ તરફ વળીને વીતરાગ ભાવ પ્રગટ કરવો તે જ છે.