________________
૫૫
૫. આત્માને રાગ-દ્વેષ-મોહ ભાવ થાય તે ભાવબંધ છે અને તેના નિમિત્તે પુલકર્મ બંધાય તે દ્રવ્યબંધ છે. ભાવબંધ પણ મિથ્યાત્વાદિ પાંચ પ્રકારે છે. આવી રીતે બંધ તત્વને ઓળખાવ્યું છે. તેને ઓળખીને પણ અબંધ સ્વભાવ તરફ વળવું તે તાત્પર્ય છે. બંધ અને બંધ તરફનો ભાવ તે બંનેથી પાર ચિદાનંદ અબંધ સ્વભાવને લક્ષમાં લેવો તે જ શાસ્ત્રનો હેતુ છે. બંધ છે તે મારું સ્વરૂપ નથી એમ જાણીને સ્વભાવ તરફનો પુરુષાર્થ કર. તારા ઊંધા પુરુષાર્થથી કર્મબંધ થયું છે ને સંસાર પરિભ્રમણ છે, તે તારા સ્વભાવ
તરફના (વીતરાગ ભાવ) તરફના પુરુષાર્થથી તૂટી જાય છે. ૬. મોક્ષના બે ભેદ છે. (૧) દ્રવ્ય મોક્ષ (૨) ભાવ મોક્ષ.
તેરમાં ગુણસ્થાને કેવળી ભગવાનને ભાવ મોક્ષ છે ને સર્વ કર્મ રહિત સિદ્ધ દશા પ્રગટી છે તે દ્રવ્ય મોક્ષ છે. - મિથ્યાત્વાદિ ભાવોથી જેટલે અંશે છૂટ્યો તેટલે અંશે મુક્તિ છે. ચોથા ગુણસ્થાને ધર્મને વસ્તુદષ્ટિ થઈ છે. તે વસ્તુદષ્ટિ (શ્રદ્ધા) અપેક્ષાએ તો મુક્ત જ છે. દ્રવ્ય તો મુક્ત જ છે અને તેના આશ્રયે પર્યાયમાં મુક્ત દશા પ્રગટે છે. આમ બંધ-મોક્ષના પ્રકારો વર્ણવામાં પણ શાસ્ત્રોનો હેતુ વીતરાગતા કરાવવાનો છે. સર્વજ્ઞદેવે કહેલાં શાસ્ત્રોમાં નિશ્ચય અને વ્યવહાર એવા બે પ્રકારે મોક્ષમાર્ગનું કથન છે.વસ્તુનિત્યરહીને પલટતીહોય,પરથી ભિન્નસ્વાધીન હોય, તોજ પોતાના મોક્ષ કાર્યને સાધી શકે. શુદ્ધ આત્માના શ્રદ્ધા-જ્ઞાનને એકાગ્રતા (રમણતા, તે જ નિશ્ચય મોક્ષમાર્ગ છે. પણ પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં વચ્ચે જિનેન્દ્રદેવની પૂજા-ભક્તિ વગેરેનો ધર્મરાગ આવે છે, પણ મોક્ષનું
કારણ તો વીતરાગભાવજ છે. ત્યાંરાગનેઉપચારથી મોક્ષમાર્ગકહેવાય છે. ૮. જગતમાં દ્રવ્ય-ગુણ-પર્યાય બધું સત્ છે, તેને જેમ છે તેમ સમજવાનો
આત્માનો સ્વભાવ છે, પણ તેમાં કોઈને કાઢી શકે કે નવું કરી શકે એવું એનું સામર્થ્ય નથી. જડ કિયાને જડ તરીકે જાણ, રાગને રાગ તરીકે જાણ, સ્વભાવ આશ્રિત વીતરાગી શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર પ્રગટે તેને નિશ્ચય મોક્ષમાર્ગ જાણ. પણ શરીરની ક્રિયાને મોક્ષનું કારણ ન માન, રાગને મોક્ષનું કારણ ખરેખર ન માન, સ્વભાવની રુચિ રાખીને રાગ થાય તેને જાણ, નિશ્ચય મોક્ષમાર્ગની સાથે વચ્ચે રાગ આવે છે તેને ઉપચારથી (આરોપથી) વ્યવહાર મોક્ષમાર્ગ કહીએ તેનું જ્ઞાન કરાવ્યું છે. પણ નિશ્ચય મોક્ષમાર્ગ તો વીતરાગ ભાવ જ છે.
૭.