________________
પર
અધ્યાત્મ એટલે કે : ‘તું પૂર્ણ સ્વરૂપ’ તે ‘અધ્યાત્મ’. આત્માના આશ્રયે કથન તે ‘વાણી’ અને આત્માના આશ્રયે ભાવ તે ધર્મ’.
‘હું નિર્વિકલ્પ છું’ વિકલ્પ અર્થાત્ ભેદ, જેમાં નથી, (એવો) અભેદનિર્વિકલ્પ સ્વરૂપ છું. ‘નિર્વિકલ્પ-અભેદ વસ્તુ (હું) છું’ એવી દૃષ્ટિ થવી-અંતરમાં પરિણમવું-એને અહીં સમ્યગ્દર્શન અને આત્માની ભાવના કહેવામાં આવે છે. ‘આત્મા’ જે નિર્વિકલ્પ અને એક સ્વભાવી છે, એના ઉપરથી, ધર્મીની અંતર્મુખ દૃષ્ટિ એક સેકંડ-સમય માત્ર ખસતી નથી. (ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે !) - એ છે તો પર્યાય; પણ એ (પર્યાય) એમ કહે છે કે : હું ‘આ’ (ધ્રુવ) છું.
‘હું ઉદાસીન છું’ - મારું આસન ધ્રુવમાં છે. મારી બેઠક ધ્રુવમાં છે. પરથી તો ‘હું’ ઉદાસ છું, પણ પર્યાયથી પણ ‘હું’ ઉદાસ છું. ઉદાસીન એટલે ઉદ + આસીન-મારી બેઠક તો ધ્રુવ ઉપર છે. અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે, ત્યાં ‘મારી’ બેઠક છે. મારું અસ્તિત્ત્વ તેટલું, તે છે. બાકી ‘હું' તો પર્યાયથી પણ ઉદાસીન છું. ‘હું નિજ નિરંજન શુદ્ધ આત્મા છું' - મારું જે અંજન વિનાનું, મેલ વિનાનું (સ્વરૂપ) - શુદ્ધ આત્મા છું. મારા નાથને આવરણ નથી. વસ્તુને - ભગવાન આત્માના સ્વભાવને - કોઈ અંજન મેલ નથી. એવો જે નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યક્ શ્રદ્ધાન'' એવા શુદ્ધ આત્માની સમ્યક્ શ્રદ્ધા એની વાત છે.
જ્ઞાનીની આરાધના આરાધવી, એટલે માનવી - જ્ઞાનીની આજ્ઞા એ છે કે ‘તું આવો (શુદ્ધ આત્મા) છો ! - તેની શ્રદ્ધા કર, અનુભવ કર ‘ અને ’મને પણ માનવું છોડી દે’ અને ‘તારી પર્યાયનો જેટલો પણ (પોતાને) માનવું છોડી દે !’
નિજ નિરંજન શુદ્ધ આત્માનું જ્ઞાન, તેનું નામ જ્ઞાન શાસ્ત્ર ભણવું એ જ્ઞાન તે કાંઈ જ્ઞાન નથી. એ તો પરદ્રવ્ય છે. નિજ નિરંજન શુદ્ધ આત્માનું સમ્યક્ (આચરણ) એ અનુષ્ઠાન છે. અનુષ્ઠાન એટલે ચારિત્ર. ત્રિકાળી આનંદકંદના નાથમાં રમણતા - તે સમ્યક્ આચરણ. મહા વ્રતાદિના વિકલ્પ - તે કાંઈ આત્માનું ચારિત્રનથી. ‘‘નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યક્શ્રદ્ધાનજ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક’” આ ત્રણેયને નિશ્ચય રત્નત્રય શબ્દ કહ્યો છે.
‘‘નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ'' અર્થાત્ શાંતિ ઉત્પન્ન થવી. શુદ્ધ આત્માની સમ્યક્શ્રદ્ધા, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ આચરણ - એનાથી નિર્વિકલ્પ