________________
પ૦
વૈષને જાણે, શરીરને જાણે. ત્યાં જાણપણે પોતે પરિણમે છે, જ્ઞાન સ્વરૂપે કાયમ રહીને પરિણમે છે. જ્ઞાન પરપણે થઈને પરિણમે છે એમ નથી. જ્ઞાન જ્ઞાનપણે રહીને પરને જાણે છે. પરને જાણતાં પર શેયાકાર જ્ઞાન થયું એમ કહેવાય - પણ તે જ્ઞાનપણું છોડીને જોયાકાર થઈ ગયું છે એમ નથી. ત્રિકાળી જ્ઞાયક ભાવને જ્ઞાયક....જ્ઞાયક..જ્ઞાયક... સામાન્યને શુદ્ધ નયથી જાણ્યો એ સમ્યગ્દર્શન છે.