________________
૪૯ (૬) સંવર : આત્મા શુદ્ધરૂપે પૂર્ણ છે; પૂર્ણ શુદ્ધના આશ્રયે શુદ્ધિનો અંશ
પ્રગટે તે સંવર છે. કર્મનું અટકવું તે સંવર છે. (૭) નિર્જરાઃ સંવરપૂર્વક અશુદ્ધતાનું ખરવું, કર્મનું ગળવું અને શુદ્ધતાનું વધવું
એ ત્રણેય નિર્જરા છે. (૮) બંધ : દયા, દાન આદિ જે વિકલ્પ ઉઠે એમાં અટકવું તે બંધ છે. (૯) મોક્ષ : વસ્તુ જ્ઞાયક સ્વરૂપ અબંધ છે. તેમાં પૂર્ણ સ્થિરતા થતાં પૂર્ણ
નિર્મળ દશા, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ વીતરાગતા પ્રગટ થવી એનું નામ મોક્ષ છે. જેનું પૂર્ણાનંદ સ્વરૂપ છે એનું નામ મોક્ષ છે. જેવું પૂર્ણાનંદસ્વરૂપ છે તેવો પૂર્ણ આનંદ પ્રગટ થઈ જવો તે
મોક્ષ છે. સર્વ કર્મના ક્ષયને મોક્ષ કહે છે. ૫. કેવી છે તે આત્મજ્યોતિ?
કેવી છે તે આત્મજ્યોતિ કે જે નવ તત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એમ નવ તત્ત્વમાં વ્યાપ્ત હોવા છતાં પોતાના એકપણાને છોડતી નથી. નવમાં રહેલી દેખાતી હોવા છતાં પોતાના શુદ્ધ જ્ઞાયકભાવપણે એકપણે જ રહે છે.
આત્માની એક એક શક્તિ પરિપૂર્ણ છે. એવી અનંત શક્તિઓનો પિંડ આત્મવસ્તુ પરિપૂર્ણ એક સ્વરૂપ છે. તે નવ તત્ત્વોમાં રહેલો દેખાતો હોવા છતાં પોતાનું એકપણું છોડતો નથી. જ્ઞાયક છે તે રાગમાં છે, ષમાં છે એમ દેખાય, શુદ્ધતાના અંશમાં દેખાય, શુદ્ધતાની વૃદ્ધિ થાય તેમાં દેખાય છતાં જ્ઞાયક ચૈતન્યજ્યોતિ પોતાનું એકપણું છોડતી નથી. ભગવાન આત્મા નવ તત્વમાં ભેદરૂપ થયેલો દેખાય છતાં તે જ્ઞાયકપણાને છોડતો નથી, જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એમ જ્ઞાયક સામાન્ય એકપણે જ રહે છે. એ નિર્મળાનંદ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હોય તો એના એકપણાની-સામાન્ય સ્વભાવની દષ્ટિ કરવી જોઈએ. ત્યારે જ તેની સાચી પ્રતીતિ અને સાક્ષાત્કાર થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે.
નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે. જે તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો. નથી.
આત્મા જ્ઞાયક સ્વરૂપ પરના જાણવા કાળે અજીવને જાણે, રાગને જાણે,