________________
૪૫
પહોંચતા રાગ અને ભેદ દેખાતા નથી, પણ નિર્વિકલ્પ અનુભવ થાય છે. એક્લો જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. ત્યાં દોષ નથી તેથી નિયમથી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. નવ તત્ત્વની શ્રદ્ધા, જ્ઞાયક દ્રવ્ય અને તેની વર્તમાન પર્યાય સહિત વસ્તુની શ્રદ્ધા એ બધું વ્યવહાર સમકિત છે એમ વ્યવહાર નય સમકિતના અનેક ભેદ પાડે છે. ત્યાં દોષ છે. તેથી એ યથાર્થ સમ્યગ્દર્શન નથી. શ્રદ્ધાનો
બાહ્ય વિકલ્પ અને નિર્વિકલ્પ શ્રદ્ધા બે જુદી જુદી ચીજ છે. ૭. તે શુદ્ધ નયનો વિષયભૂત આત્મા પૂર્ણ જ્ઞાનઘન છે, જ્ઞાનનો પિંડ છે.
જેમાં શરીર, મન, વચન, કર્મનો પ્રવેશ નથી, પણ પર્યાયમાં જે દયાદાન આદિ જે વિકલ્પ, રાગ ઊઠે તેનો પણ પ્રવેશ નથી. શુદ્ધ નયની હદે પહોંચતા આત્મા લોકાલોકને જાણવાની શક્તિવાળો સર્વજ્ઞ સ્વભાવી જણાય છે. આવા આત્માનું શ્રદ્ધાન કરવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. વ્યવહાર નયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પર દ્રવ્યની કિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહારોપદષ્ટિ શુભ ભાવો આત્મા
વ્યવહાર કરી શકે છે. ૯. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી
શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર
શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી. ૧૦. આત્મા આવા શુભરાગના ભાવોને માત્ર જાણે છે પણ એમાં કાંઈ ફેરફાર
કરી શકતો નથી. આત્માનું કાર્ય માત્ર નિયમથી જાણવાનું જ છે – એ પણ વ્યવહારથી કહેવાય છે. ખરેખર તો આત્મા ફક્ત પોતાને જ જાણે
છે. “જાણનારો જણાય છે, થવા યોગ્ય થાય છે.” ૩. સારઃ ૧. આટલું કરવા છતાં પણ પોતે અટકે છે કેમ કે રુચિ ત્યાંની ત્યાં છે.
કરું....કરું..ની દષ્ટિ છૂટતી નથી. કરવા-ફરવાનું છે જ ક્યાં? કોઈ જડ કિયાતો કરવાની નથી. રાગને કરવાનું તો છે જ નહિ અને આત્મામાં પણ અનંત ગુણ છે તેનું પરિણમન પણ સમયે સમયે થઈ રહ્યું છે. તેને પણ શું કરે? ફક્ત તેના પરથી દષ્ટિ છોડીને અંદરમાં જ્યાં જ્ઞાયક પરમાત્મા બિરાજમાન છે ત્યાં જવાનું છે.