________________
૨. એકલો પુરુષાર્થ કરું....કરું....કરું એવી એકાંત પુરુષાર્થની બુદ્ધિ રહે તો તે એકાંત પુરુષાર્થન બુદ્ધિ પણ મિથ્યાત્વ છે. પાંચ સમવાય ભેગા આવવા જોઈએ.
(૧) સ્વભાવ :
(૨) નિયતિ
(૩) નિમિત્ત
દરેક વસ્તુને સ્વભાવથી જોવાની ટેવ પાડ.
થવા યોગ્ય થાય છે - બધું ક્રમબદ્ધ છે.
: દરેક કાર્ય વખતે યોગ્ય નિમિત્તની હાજરી હોય
છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી.
દરેક કાર્ય સહજ રીતે એના સ્વકાળે જ થાય છે, ઉતાવળ કરવાથી કાર્ય બગડે છે.
:
૪૬
(૪) કાળલબ્ધિ :
(૫) પુરુષાર્થ :
‘‘માત્ર હું જ્ઞાયક છું’’ તેની ઓળખાણ, શ્રદ્ધા, પ્રતીતિ-અનુભવ એ જ પુરુષાર્થ છે.
આ પાંચે સમવાય સાથે આવે ત્યારે સહજરૂપ પુરુષાર્થથી સમ્યગ્દર્શન
પામે.
સ્વભાવ સહજ છે, અનુભવ સહજ છે, સંપૂર્ણ પ્રક્રિયા પણ સહજ જ છે-જીવનમાં આવી સહજતા આવવી જોઈએ.
૩. જુઓ આ ઈટોપદેશ :
પોતે જ શેય અને પોતે જ જ્ઞાતા થઈને અનુભવ કરી શકે એવી શક્તિનું સત્ત્વ છે. શેય થવા માટે કે જ્ઞાતા થવા માટે બીજાની જરૂર પડે એવું પરાધીન વસ્તુનું સ્વરૂપ નથી. બધું નિરપેક્ષ છે. સર્વજ્ઞ ભગવાને જેવો આત્મા જોયો-જાણ્યો તેવો જ કહ્યો છે. ભગવાન હરખ જમણ જમાડે છે. ભાઈ ! તું હરખ લાવીને તારા સ્વભાવનો વિશ્વાસ કરી જ્ઞાનનો દોર તેમાં બાંધ. પરમાં ક્યાંય હરખ લાવવા જેવું નથી. પોતે પોતાનું સ્વરૂપ સમજી, મહિમા લાવી તેમાં જ ઠરી જવાનું છે-બસ આટલું જ !
૪. સવિકલ્પ દશા વખતે જ હું દ્રવ્ય સ્વભાવે નિર્વિકલ્પ સહજ પરમ તત્ત્વ છું એમ જેને પર્યાયમાં સ્વીકાર આવ્યો ત્યાં તે જીવને ભાવકર્મનું કર્તાભોક્તાપણું છૂટી ગયું ને માત્ર જ્ઞાતા રહી ગયો.
એ રીતે ભાવ કર્મનું કર્તા-ભોક્તાપણું છૂટી જતાં તે જીવને દ્રવ્ય કર્મનો પણ નિરોધ થઈ જાય છે. ને દ્રવ્ય કર્મ અટકી જતાં સંસારનો પણ નિરોધ થઈ જાય છે.