________________
-
૧૧
જુઓ, આમાં એ વાત તો આવી ગઈકે પૂર્વપરિણામના અભાવસ્વરૂપ વર્તમાન પરિણામ છે. માટે પૂર્વના સંસ્કાર વર્તમાન પર્યાયમાં આવતા નથી. તેમ જ પૂર્વનો વિકાર વર્તમાનમાં આવતો નથી; પૂર્વે વિકાર કર્યો હતો માટે અત્યારે વિકાર થાય છે - એમ નથી. વર્તમાન-વર્તમાન પરિણામ સ્વતંત્રપણે દ્રવ્યપણે દ્રવ્યના આશ્રયે થાય છે. આ નિર્ણય થતાં જ્ઞાન અને શ્રદ્ધા દ્રવ્ય સ્વભાવમાં જ વળી જાય છે. જેમ ત્રિકાળી જડ દ્રવ્ય પલટીને ચેતન કે ચેતન દ્રવ્ય પલટીને જડન થાય તેમ તેનો વર્તમાન એકેક અંશ પણ પલટીને બીજા અંશપણે ન થાય. જે જે સમયનો જે અંશ છે તે તે પણે જ સત્ રહે. બસ! ભગવાન સર્વજ્ઞપણે જાણનાર છે તેમ આવી પ્રતીત કરનાર પોતે પણ પ્રતીતમાં જાણનાર જ રહ્યો.
પરને કારણે પરમાં કાંઈ થાય એ તો વાત ક્યાંય રહી ગઈ, પરંતુ દ્રવ્ય પોતે પોતાના કોઈ અંશને આઘોપાછો કરે એવી તે દ્રવ્યની પણ તાકાત નથી, પહેલાંનો અંશ પછીન થાય, પછીનો અંશ પહેલાં ન થાય - આનક્કી કરનારને અંદબુદ્ધિ ટળીને અંશીની દષ્ટિ થતાં સમ્યકત્વ પરિણામનો ઉત્પાદ અને મિથ્યા પરિણામનો વ્યય થઈ જાય છે.
પ્રભુતું આત્મા વસ્તુ છે. તારો જ્ઞાન ગુણ તારા આધારે રહ્યો છે તે જાણવાના સ્વભાવવાળો છે ને તારા ત્રણ કાળના પરિણામો પોતપોતાના અવસર પ્રમાણે દ્રવ્યમાંથી થયા કરે છે. તારા પોતાના વર્તમાન વર્તતા અંશને ઓછી-વધારે કે આગળ-પાછળ કરી શકે એવો તારો સ્વભાવ નથી, તેમ પરના પરિણામમાં પણ ફેરફાર થઈ શકતો નથી. સ્વ-પર સમસ્ત શેયોને જેમ છે તેમ જાણવાનો જ તારો સ્વભાવ છે. આવા જાણક સ્વભાવની પ્રતીતમાં જ આત્માનું સમ્યકત્વ છે.
ત્યાં એ પ્રશ્ન થાય છે કે મિથ્યા પરિણામને ફેરવીને સમત્વ કરું - એમ તો થાય ને?
જુઓ, જાણવાના સ્વભાવની પ્રતીત કરતાં સમ્યગ્દર્શન થયું તેમાં મિથ્યાત્વ ભાવ ટળેલું જ છે. સમ્યકત્વ પરિણામનો ઉત્પાદ થયો તે વખતે મિથ્યાત્વ પરિણામ વર્તમાન હોતાં નથી, માટે તેને ફેરવવાનું પણ ક્યાં રહ્યું? મિથ્યાત્વ ટાળીને સમ્યકત્વ કરું એવા લક્ષે સમ્યકત્વ થતું નથી. પણ દ્રવ્ય સામે દષ્ટિથતાં સમ્યત્વનો ઉત્પાદથાય છે તેમાં પૂર્વના મિથ્યાત્વપરિણામનો અભાવ થઈ જ ગયો છે. માટે તે પરિણામને પણ ફેરવવાનું રહેતું નથી. મિથ્યાત્વ