________________
(૩૮
૪. આત્મસાધકોના જીવનમાં નિશ્ચય-વ્યવહારની અનિવાર્ય સુમેળ
નિશ્ચયના ઉપાસક જીવની વ્યવહાર શુદ્ધિ કેવી હોય? ૧. જે જીવ નિશ્ચયની ઉપાસના કરવા કટિબદ્ધ થયો છે તેની પરિણતિમાં
પહેલાં કરતાં વૈરાગ્યની ઘણી વૃદ્ધિ થતી જાય છે. ૨. તેને દોષોનો ભય હોય, અકષાય સ્વભાવને સાધવા તૈયાર થયો ત્યાં તેના
કષાય શાંત થવા માંડે. ૩. તેની કોઈ પ્રવૃત્તિ કે આચરણ એવા ન હોય કે રાગાદિનું પોષણ કરે.
રાગાદિ પણ મંદ થવા માંડે. ૪. એકલું જ્ઞાન....જ્ઞાન....કર્યા કરે પણ જ્ઞાનની સાથે રાગની મંદતા હોવી
જોઈએ. ૫. ધર્માત્મા પ્રત્યે વિનય-બહુમાન-ભક્તિ-નમ્રતા-નરમાશ હોવા જોઈએ. ૬. બીજા સાધમીઓ પ્રત્યે અંતરમાં વાત્સલ્ય હોવું જોઈએ, વૈરાગ્ય હોવો
જોઈએ. ૭. શાસ્ત્ર-અભ્યાસ વગેરેનો સહજ પ્રયત્ન હોવો જોઈએ. ૮. એમ ચારે કોરના બધા પડખાંથી પાત્રતા જોઈએ તો જ જ્ઞાન યથાર્થ
પરિણમે. ૯. સત્સંગમાં અને સંત ધર્માત્માની છત્રછાયામાં રહીને, તેમના પવિત્ર
જીવનને નજર સમક્ષ ધ્યેયરૂપે રાખીને ચારે પડખેથી સર્વ પ્રકારે ઉદ્યમ
કરી પોતાની પાત્રતા પુષ્ટ કરવી જોઈએ. આ છે નિશ્ચય-વ્યવહારનો સુમેળ....! ૫. સુખનો ઉપાયઃ ૧. અનંત સુખ સ્વરૂપ આત્મા તેના એકરૂપ સ્વરૂપને દષ્ટિમાં લઈ તેને
(આત્માને) એકને ધ્યેય બનાવી, તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ
પહેલામાં પહેલો શાંતિ સુખનો ઉપાય છે. ૨. આત્માને ત્રિકાળી શુદ્ધ જાણતાં શુદ્ધ પર્યાયનો લાભ થાય છે. અને તેને
અશુદ્ધ જાણતાં અશુદ્ધ પર્યાયનો લાભ થાય છે. માટે પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં તેનું લક્ષ રાખીને શુદ્ધ ત્રિકાળ સ્વભાવ સન્મુખ થવું તે જ સુખનો ઉપાય છે. તે સિવાય બીજો કોઈ ઉપાય નથી.