________________
૪૧
સુખનો સાચો માર્ગ
આ આત્માને એટલે પ્રત્યક્ષ વિદ્યમાન આત્માને (છતી ચીજને) અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો), એને જ નિશ્ચયથી સમ્યગ્દર્શન કહીએ છીએ. આમાં ત્રણ ન્યાય આવ્યા. ૧. સ્વદ્રવ્ય છે. (દ્રવ્ય સ્વભાવ) ૨. રાગાદિ છે. (પર્યાય સ્વભાવ) ૩. એનાથી અનેરાં (ભિન્ન) પર દ્રવ્ય છે.
ત્યાં પોતાથી ભિન્ન જે અનેરા દ્રવ્યો અને પર્યાયમાં જે રાગાદિ ભાવ છે તેનાથી પૃથ્થક થઈને-ભિન્ન પડીને એક નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરવો એ જ સમ્યગ્દર્શન છે. બીજામાં, રાગને ભેળવીને દેખવો એમ નહિ; એ માન્યતા તો અજ્ઞાન અને મિથ્યાત્વ છે.
ત્રિકાળી જ્ઞાયક ભાવ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એકને જ દેખવો-અનુભવવો તેની સમ્યક પ્રતીતિ કરવી એ જ સમ્યગ્દર્શન છે. શુદ્ધ નય આત્મવસ્તુને ત્રિકાળ એકરૂપ અભેદ અખંડ જ્ઞાયકમાત્ર ચૈતન્ય ઘનસ્વરૂપદેખાડે છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે. એમાં એકાગ્રતા થતાં સમ્યગ્દર્શન થાય છે. '. જિનવાણીમાં જે શુદ્ધ વસ્તુ જ્ઞાયક ભાવ ઉપાદેય કહ્યો છે તેમાં સાવધાનપણે એકાગ્ર થવું, તે જ્ઞાયક ભાવનું પ્રત્યક્ષ વેદન કરવું. જીવને રાગનું અને વિકારનું વદન તો અનાથિી છે અને તે વડે એ દુ:ખી છે. હવે એ દુ:ખથી છોડાવવા, વિકારની, રાગની પર્યાયને ગૌણ કરી, એટલે એના પરથી લક્ષ હટાવી લઈ, ભગવાન આત્મા સચ્ચિદાનંદ, એક અખંડ જે જ્ઞાયક ભાવ તેમાં દષ્ટિ કરી તેની પ્રત્યક્ષ અનુભવ કરવો, તેમાં એકાગ્રતા અને સ્થિરતા કરવી, આ
સુખનો સાચો માર્ગ છે. ૧. વસ્તુ સ્થિતિ શું છે? ૧. આત્મામાં અશુદ્ધપણું પર દ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય એ
અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પર દ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. જુઓ આત્મામાં પુણ્ય-પાપની મલિન દશા એ કર્મના નિમિત્તથી આવે છે. દયા, દાન, ભક્તિ, પૂજા ઈત્યાદિ વિકલ્પો એ રાગ છે, મલિનતા છે અને એ પદ્રવ્ય જે કર્મનો ઉદય તેના સંયોગથી આવે છે.