________________
૨૭
ધ્રુવનો આશ્રય થયો છે, તેની પર્યાયમાં જે કાંઈ અપૂર્ણતા છે, અશુદ્ધતા છે - તે અપૂર્ણતા અને અશુદ્ધતા તે સમયે જ્ઞાનમાં જાણવા માત્ર પ્રયોજનવાન છે. અહીંયા પણ એ વાત સ્પષ્ટ રૂપથી કહેવામાં આવે છે કે વ્યવહારનું જે જ્ઞાન છે તેને તે કાળમાં સ્વયંથી સ્વતંત્રપણે જાણે છે.
રાગનું, વ્યવહારનું તથા દેહનું જે જ્ઞાન થયું, તે જ્ઞાન આત્માનું કાર્ય છે. અહાહા! વસ્તુ જ્ઞાનસ્વભાવી છે, તે જાણવા સિવાય બીજું કાંઈ પણ કરતી જ નથી. જે સ્વભાવથી પ્રજ્ઞા-બ્રા છે, ચૈતન્ય-બ્રહ્ય છે - તે શું પુદ્ગલ પરિણામનું કાર્ય કરી શકે? અર્થાત્ નહિ કરી શકે.
અહીંયા પ્રથમ તો કબુદ્ધિ ઉડાડી છે. આ આત્મા પર દ્રવ્યનો કર્તા નથી. એનું કાર્ય માત્ર જાણવાનું છે. હવે ખરેખર આત્મામાં - જાણવામાં શું થાય છે? (૧) ખરેખર દેહનું-પુગલનું કાર્ય જ્ઞાનની પર્યાય જાણે છે? (૨) ખરેખર તે સંબંધી જે રાગ થાય છે તેને આત્મા જાણે છે? (૩) ખરેખર એ રાગના સંબંધીનું જે જ્ઞાન છે એ જ્ઞાનની પર્યાયનું કામ છે?
આ બધું વ્યવહારથી કહેવામાં આવે છે - પરંતુ તે સમયે જ્ઞાનની પર્યાય જે જ્ઞાયક પોતાનું જ કાર્ય છે તે જ જ્ઞાનમાં જણાય છે. પોતે જ જાણનાર ને
જે જણાયો તે પણ પોતે જ ! જાણનારો જણાય છે! આ છે રહસ્ય! ૨. શ્રુત કેવળીઃ ૧. જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે આ અનુભવગોચર કેવળ એક શુદ્ધ
આત્માને સન્મુખ થઈ જાણે છે તેને લોકને પ્રગટ જાણનારા ઋષીશ્વરો ‘બુતકેવળી' કહે છે. અંતરના ભાવ-શ્રુતજ્ઞાન દ્વારા પોતાના આત્માને પ્રત્યક્ષ વેદે તેને લોકને
જાણનાર ઋષીશ્વરી શ્રુતકેવળી કહે છે. ૩. ‘ભાવ શ્રુતજ્ઞાન એટલે જેમાં રાગની કે નિમિત્તની અપેક્ષા નથી એવું જે
સ્વને વેદનારું અરૂપી નિર્વિકલ્પ જ્ઞાન, તેના દ્વારા અખંડ એકરૂપ કેવળ
શુદ્ધાત્માને અનુભવે, જાણે તેને ભાવશ્રુતકેવળી કહેવામાં આવે છે. ૪. આ આત્મા અખંડ, એકરૂપ, શુદ્ધ, સામાન્ય, ધ્રુવ, અનુભવગોચર વસ્તુ જ છે. તેની સન્મુખ થઈને તેને સ્વસંવેદન જ્ઞાન દ્વારા જે પ્રત્યક્ષ જાણે,