________________
૩૨
ભેદરૂપ થયેલો દેખાય છતાં તે જ્ઞાયકપણાને છોડતો નથી. જ્ઞાયક...જ્ઞાયક...એમ જ્ઞાયક સામાન્ય એકપણે જ રહે છે.
અહીં તો આત્મા જ્ઞાયકપણે જે ત્રિકાળ છે તેના સંસ્કાર નાખવા, અનુભવ કરવો એ અભ્યાસ સાર્થક છે. “હું જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.” આ યથાર્થ તત્ત્વ નિર્ણય છે. “જાણનારો જણાય છે, ને યથા યોગ્ય થાય છે” આ જ અનુભૂતિ છે. “આત્મવસ્તુ દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ ચેતન્યરૂપ આનંદઘન છે. તે એકને નવન હોઈ શકે.