________________
પ
.33
ધર્મની રીત
૧. જીવનું કર્તવ્ય
અરે રે ! જીવો દુ:ખથી ભય પામી સુખ શોધે છે, પણ એનો ઉપાય તેઓ જાણતા નથી !
જેમ લની કળી શક્તિરૂપે છે તેમાંથી ફ્લ ખીલે છે, તેમ ભગવાન આત્મા અનંત ગુણ પાંખડીએ એક જ્ઞાયક ભાવ પણ અંદર બિરાજમાન છે. અનંતજ્ઞાન,અનંતદર્શન,અનંતવીર્ય,અનંતસુખનો ભંડાર,આનંદકંદ, વિજ્ઞાનધન સ્વભાવ સ્વરૂપ અંદર બિરાજમાન છે.
દૃષ્ટિ એનો સ્વીકાર કરીને જ્યાં અંતર્મગ્ન થાય છે ત્યાં પર્યાયમાં જ્ઞાયકભાવ પ્રગટ થાય છે.
જ્ઞાનવસ્તુ તો ત્રિકાળ અખંડ છે. પહેલાં જે શેયોના નિમિત્તે જ્ઞાનમાં અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસ થતાં હતા અને પર નિમિત્તના લક્ષે જે વિકાર ભાવ (રાગ-દ્વેષ) ઉત્પન્ન થતાં હતા-જેવું પરપરિણતિને છોડતું જ્યાં એ જ્ઞાયકમાં અંતર્મગ્ન થયો ત્યાં જાણનાર....જાણનાર....જાણનાર એવો અખંડ એક જ્ઞાયક ભાવ અનુભવમાં આવે છે.
વસ્તુ એકરૂપ અભેદ જ્ઞાયક છે. આવા અખંડ જ્ઞાયકનો જ્ઞાનમાં સ્વીકાર થવો તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. અને તેમાં જે લીનતા-સ્થિરતા થવી તે સભ્યશ્ચારિત્ર છે. આવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ નિશ્ચય રત્નત્રય એ જ મોક્ષમાર્ગ છે. એનું નામ ધર્મ છે.
જ
‘અનાદિથી રાગ અને જ્ઞાનના એકત્વપણે પરિણમતો હતો. તે જ્ઞાન પ્રગટ થતાં બંનેની એકતા બુદ્ધિ છૂટી ગઈ અને જ્ઞાન જ્ઞાન ભણી વળ્યું એ જ ધર્મની રીત છે. જ્યાં જ્ઞાનની ઉગ્રતા થઈ ત્યાં રાગ-દ્વેષ ભસ્મ થઈ જાય છે. આવો ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે.
લોકો તો બાહ્ય શુભ ભાવમાં અને પર દ્રવ્યની ક્રિયામાં અનાદિ કાળથી અહંપણું કરી રહ્યા છે. પોતાની જે શુદ્ધ વસ્તુ તે બાજુ પર રહી ગઈ છે. ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા તે ‘હું’ એવો અનુભવ રહી ગયો છે. ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણાનંદ પ્રભુ બાળગોપાળ સર્વમાં બિરાજે છે. તે જ્ઞાનની