________________
૪
૨૬
સ્વ-પર પ્રકાશક જ્ઞાનશક્તિનો પિંડ
૧. રહસ્ય ઃ
ભગવાન આત્મા સ્વ-પર પ્રકાશક જ્ઞાનશક્તિનો પિંડ છે. તે સ્વયં કર્તા થઈને સ્વ-પરને પ્રકાશિત કરે છે. પરને પણ પ્રકાશિત કરવામાં આત્માને પરની અપેક્ષા નથી.
રાગનું પરિણમન અથવા વ્યવહારનું પરિણામ થયું - માટે એ કારણથી રાગ અથવા વ્યવહારનું જ્ઞાન થયું -એવી અપેક્ષા અથવા પરાધીનતા જ્ઞાનના પરિણામને નથી. અહાહા ! આત્મા સ્વતંત્રપણે કર્તા થઈને જ્ઞાન-પરિણામ સ્વરૂપ કાર્યને કરે છે.
ભાઈ ! વાત બહુ સૂક્ષ્મ છે. વ્યવહાર છે, માટે નિશ્ચય છે એવું નથી. તથા વ્યવહાર છે એ કારણથી વ્યવહારનું જ્ઞાન થાય છે એવું પણ નથી.
જગત એવું માની બેઠું છે કે વ્યવહારના આશ્રય અથવા નિમિત્તના આશ્રયથી કલ્યાણ થશે; પરંતુ એની એ માન્યતા ઠીક નથી. આત્મા વ્યવહાર અથવા નિમિત્તનું સ્વયં સ્વતંત્રરૂપથી કર્તા થઈને જ્ઞાન કરે છે તથા એ જ્ઞાન એનું કર્મ છે. ભાઈ ! જે સ્વતંત્રપણે કરે તેને તો કર્તા કહેવાય છે. લોકાલોક છે-શું એ કારણથી લોકાલોકનું જ્ઞાન થાય છે ? નહિ, ભાઈ ! એવું નથી ! તો કેમ છે ?
લોકાલોકને જાણવારૂપ જ્ઞાન સ્વતંત્રરૂપથી સ્વયં થાય છે. ભગવાન આત્મા સહજ જ્ઞાનસ્વભાવી છે; એટલા માટે ‘જ્ઞાતા’ના પરિણામનું કાર્ય સ્વતઃ સ્વતંત્રપણાથી થાય છે. પુદ્ગલ પરિણામનું જ્ઞાન, વ્યાપક આત્મા દ્વારા સ્વયં વ્યાપ્ત થયું હોવાથી આત્માનું સ્વતંત્ર કર્મ છે.
પર જીવની દયા કરવાનું તો આત્માનું કાર્ય છે જ નહિ; પરંતુ પર જીવની દયા પાળવાનું કાર્ય કરવાનો રાગ પણ આત્માનું કાર્ય નથી. વસ્તુતઃ દયા, વ્યવહાર આદિના સમયે જ્ઞાનની પર્યાય સ્વયંને જાણતી થકી સ્વયંથી જ પરિણમિત થાય છે. રાગ છે, દેહની સ્થિતિ છે પરંતુ એ બધા પર છે. જે કાળે જે પ્રકારનો રાગ થયો, જે પ્રકાર દેહની સ્થિતિ થઈ એ કાળમાં એ જ પ્રકારથી જાણવારૂપ જ્ઞાનની પર્યાય સ્વતંત્રરૂપથી સ્વયં થાય છે.
જેને અખંડ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે, ત્રિકાળી