________________
૨૪
મારા જ્ઞાનનું શેય મારી ચેતના સર્વસ્વ એવો હું જ છું અને મારા સિવાયના અન્ય કોઈ ભાવને કે પદાર્થને શેય માનવું એ અનાદિની ભ્રમણા છે.
મારે તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે જ ચક્ષુઓ છે ને ....! ત્રીજું પરાર્થિક - પરને જાણનારું-જોનારું કોઈ ચક્ષુ જ નથી તો પછી કોઈ પણ પરંપદાર્થ મારું શેય બને તેવું મારા જ્ઞાનનું સ્વરૂપ જ નથી ને....! '
વળી મારી જ્ઞાન પર્યાયનું શેય માત્ર એક સમયની પર્યાય બને તેટલો પણ હું નથી. હું તો મારી જ્ઞાન પર્યાયમાં મારા અનંત સામર્થ્યયુક્ત આખો જ્ઞાયક ભાવરૂપ શેય બનું એવું જ મારું જ્ઞાનત્વ છે અને એવું જ મારું શેયત્વ છે. મારી જ્ઞાન પર્યાય સ્વ-પર પ્રકાશક સ્વભાવી એક અખંડધમ હોવાથી સ્વ-પરનો પ્રતિભાસતો થયા જ કરે છે અને રહ્યા જ કરે છે, પરંતુ મારા જ્ઞાનના પર લક્ષ અભાવવત્ ધર્મને કારણે લક્ષપૂર્વક સદા સર્વદા હું મને જ જાણું એવો જ મારો જ્ઞાન ધર્મ છે. તેથી જાણનારો જણાય છે. અને પર ખરેખર જણાતું નથી.
ઉપાદેયભૂત ધ્યેય સ્વરૂપ ભગવાન કારણ પરમાત્માને એકને જ જ્યારે અભેદભાવ જાણતી જ્ઞાન પર્યાય તન્મયતાપૂર્વક ક્ષણિક તાદાભ્ય સાધતી પરિણમી જાય છે ત્યારે જ્ઞાતા-જ્ઞાન-શેયની એકતા સધાઈ જાય છે અને અનુભવ પ્રગટ થતાં જ્ઞાનની પર્યાય અતીન્દ્રિય આનંદના વેદનપૂર્વક પરિણમી જાય છે આને ધ્યેયપૂર્વક શેય થયું એમ કહેવાય છે. જ્યાં સુધી ધ્યેય અને જોય એમ બેપણું રહે ત્યાં સુધી પણ અનુભવ થતો નથી. અને આને જ ધર્મ કહેવામાં આવે છે. ધર્મની શરૂઆત આ અનુભવથી થાય છે અને એની પૂર્ણતા પણ કેવળજ્ઞાન ના અનુભવમાં થાય છે.
આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વર દેવની વાણી છે. તો તેઓ કહે છે કે પ્રભુ! તું કોણ છો? કેવો છો ? “હું તો જ્ઞાયક છું'. કેટલા સમયનો છો? (ક્યારનો છો?) હું તો ત્રિકાળ છું'
તો તારામાં કોઈ પર્યાયનો ભેદ છે કે નહિ? તને જે જાણવાવાળી પર્યાય છે અથવા તો જે અશુદ્ધ રાગ છે તે કાંઈ તારામાં છે કે નહિ? “ના”.
ત્યારે હવે એ તારામાં છે નહિ એવું જ્ઞાન થયું તો, એ જે જ્ઞાનની પર્યાય સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે. તો, પર્યાય અંદરમાં-તારામાં છે કે નહિ? પર્યાય અંદરમાં નથી. પણ પર્યાયને બેઉનું જાણવું (સ્વા અને પર) તે મારામાં છે.”