________________
२२
જાણે છે અર્થાત્ જ્ઞાયક (જાણનાર પર્યાય) જ્ઞાયકને (જાણનાર પર્યાયને) જાણે છે. અહીં પર્યાયની વાત છે હો. કેમ કે દ્રવ્યને તો તે જાણે જ છે. અહા ! ગજબ વાત છે.
અહા ! વસ્તુ સ્વરૂપ ચિદાનંદ પ્રભુ આત્મા શાયકપણે તો જણાયો, લક્ષમાં આવ્યો, દષ્ટિમાં આવ્યો. પરંતુ તેને જાણનારો સ્વ-પર પ્રકાશક કહીએ છીએ તો તે પરને જાણનારો છે એમ પણ તેમાં આવ્યું. એટલે કે સ્વને તો જાણ્યો, પણ હવે પરને જાણવાનું પણ તેમાં આવ્યું! તો કહે છે કે પરને જાણવું એ એમાં નથી આવ્યું પરંતુ પર સંબંધીનું જ્ઞાન (રાગ સંબંધીનું જ્ઞાન) કે જે પોતાને પોતાથી થયું છે તેવા જ્ઞાયકને જ્ઞાને જાણ્યો છે. માટે, પથયિ જ્ઞાનને જાણ્યું છે એ જાણનારની પર્યાયને તેણે જાણી છે.
રાગને, શરીરને કે જે કાંઈ દેખાય છે તેને તે કાળે જાણીએ છીએ. પરંતુ તેથી તેના આકારે જ્ઞાન થયું છે તે તેને કારણે થયું છે એમ નથી. પણ અમારા જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે સ્વને જાણતાં પરને જાણવાનો અમારો પર્યાય અમારાથી અમારામાં થાય. અને તેને અમે જાણીએ છીએ. પ્ર. તું કોણ છો? અને તું કોણ (કેવો) જાણનાર છો? ઉ. હું જ્ઞાયક છું અને હું મારી પર્યાયને જાણનારો છું. માટે એ જ્ઞાનની પર્યાય એ મારું કાર્ય છે, કર્મ છે. કર્મ-કાર્ય અને હું કર્તા છું. કર્તાકથનારો અને કર્મ થયું. તો, તે બે અનન્ય છે, તે બે એક જ વસ્તુ છે. અને અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે' ખરેખર તો પર્યાય કર્તા અને પર્યાય જ કર્મ છે. પણ અહીંયા જ્ઞાયક ભાવને કર્તા તરીકે સિદ્ધ કરીને જ્ઞાન પર્યાય તેનું કાર્ય છે એમ સિદ્ધ કરવું છે. બાકી ખરેખર તો તે જ્ઞાનની પર્યાય તેનું કાર્ય છે અને તે વખતની જે પર્યાય છે તે જ એ પર્યાયનો કર્તા છે. કેમ કે આખું દ્રવ્ય એ તો ધ્રુવ છે. માટે તેને કર્તા કહેવો એ તો ઉપચારથી છે.
અહા! ધ્રુવ છે એ તો પરિણમતો નથી, બદલતો નથી. તો એ શાયકને જાણનારી જે બદલનાર પર્યાય પ્રગટ થઈ તે પરને જાણવા કાળે પણ પોતાના જ્ઞાનરૂપે પરિણમી છે. માટે તે પોતે જ કર્તા છે અને પોતે જ પોતાનું કાર્ય છે. પણ રાગ કર્તા છે અને જ્ઞાનની પર્યાય તેનું કાર્ય છે એમ છે નહિ.
તો કહે છે કે બાપુ! પ્રભુ! તું મહા પ્રભુ છો. ભાઈ! તું મહા પ્રભુ છો. અને એ તારી પર્યાય પણ મહા પ્રભુની છે. જે જણાયો છે તેની એ પર્યાય છે.