________________
‘જાણનારો એવો ધ્વનિ છે ને? એટલે તે જાણનારો છે તેથી - જાણે કે તે પરને જાણે છે (એમ તેને થાય છે.) કેમ કે જાણનારો કહ્યો છે ને! પ્ર. પણ જાણનાર છે માટે પરને જાણે છે ને? ઉ. ના. પરંતુ એ તો પર સંબંધીનું જ્ઞાન પોતાથી પોતામાં સ્વ-પર પ્રકાશક થાય છે. તે પર્યાય જ્ઞાયકની છે. અહા! તે જ્ઞાયકપણે રહેલો છે તથા જ્ઞાયકની જાણનાર પર્યાય તેનું કાર્ય છે, પણ જણાવવા યોગ્ય વસ્તુ છે એનું એ જાણવાનું કાર્ય નથી. અને એ જણાવવા યોગ્ય વસ્તુ છે, જાણનારનું (જ્ઞાયકનું) કાર્ય નથી. .
અહા ! અહીંયા “જ્ઞાત - શાયકપણે જણાયો’ એમ કીધું છે ને ! તથા જણાયો તો તે જ છે' એમ પણ કહ્યું છે ને ! તેથી તે (જ્ઞાયક) જાણનારો છે. માટે, તેમાં બીજો જણાણો છે એમ નથી. પ્ર.: “બીએ કોઈ નથી' એમ કહ્યું છે તો બીજો એટલે કોણ ? ઉ. બીજો એટલે તે રાગ નથી, રાગનું જ્ઞાન નથી. પણ એ જ્ઞાનનું જ્ઞાન છે. અહીં તો કહે છે કે એ રાગ છે એ રાગનું જ્ઞાન અહીં થયું છે એમ નથી. તેમ જ તે (જાણનાર) રાગને જાણે છે એમ પણ નથી. પણ એ તો રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાને થયું છે તેને તે જાણે છે. પ્ર. : જ્ઞાયક પણ આત્મા ને શેય પણ આત્મા? ઉ. જ્ઞાયક અને શેય તરીકે અહીં તો પર્યાય લેવી છે. અત્યારે તો તેની પર્યાય લેવી છે. કેમ કે જે જણાયો છે તે પર્યાય પોતાની છે. અને તેને તે જાણે છે પરંતુ પરને જાણે છે એમ નથી. તથા “વળી જે જ્ઞાયકપણે જણાયો એમ આવ્યું છે ને? તો તે પર્યાય છે. રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી થયેલું છે એવી તેની સ્વાધીનતા છે.
જ્ઞાનની પર્યાય (સ્વ-પર પ્રકાશક)
જ્ઞાનનું જ્ઞાન છે. રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન છે.
પોતાથી થયેલું છે. સ્વને પ્રકાશવાના કાળમાં પરને પ્રકાશવાનો તે જ્ઞાનનો સ્વભાવ સ્વતઃ છે. માટે તે જ્ઞાન પણ સ્વત: પણ રાગને જાણતું પરિણમે છે, તેથી તે જ્ઞાયકનું