________________
૨૧
જ્ઞાન છે. પણ “એ રાગનું જ્ઞાન નથી'. સ્વભાવનું જ્ઞાન થવામાં પરની કોઈ અપેક્ષા છે નહિ. પરનું જ્ઞાન કરવામાં પણ પરની અપેક્ષા નથી.
અહીં તો જેને આત્મા જણાણો છે તેને હવે પર જણાય છે તે શું છે એની વાત ચાલે છે. પરંતુ જેને આત્માનું જ્ઞાન નથી તેની વાત છે જ નહિ. કેમ કે એ તો મિથ્યાત્વમાં પડ્યા છે તેથી પરાધીન થઈ રખડી મરવાના છે.
તો, જેને એ જ્ઞાનસ્વરૂપી પ્રભુએ જિન સ્વરૂપી વસ્તુ-આત્મા જણાયો છે અર્થાત્ જેને પરિણામમાં એ શુદ્ધ વસ્તુ આત્મા જણાયો છે તેને માટે (આત્માને) શુદ્ધ કહ્યો છે. હવે આ બાજુમાં (પર્યાયમાં) શું છે?કે આ બાજુમાં જ્ઞાનની પર્યાય હજુ જેવો રાગ થાય છે, દ્વેષ થાય છે તે જ પ્રકારે તે જ્ઞાનમાં તેવું જાણે છે. તેથી તે જ્ઞાન એ શેયકૃતને કારણે અશુદ્ધ છે ને? એટલે પરાધીન છે ને? ના. કેમ કે સ્વને પ્રકાશવાના કાળમાં પરને પ્રકાશવાનો તે જ્ઞાનનો સ્વભાવ સ્વતઃ છે. માટે તે જ્ઞાન સ્વતઃ પણ રાગને જાણતું પરિણમે છે, તેથી તે શાયકનું જ્ઞાન છે. પણ “એ રાગનું જ્ઞાન નથી”.
શેયાકાર થયો તે જ્ઞાનાકાર પોતાનો છે. એટલે કે પોતાનું પરિણમન જ એ જાતનું છે. અહા! સ્વને જાણવાનો અને પરને જાણવાનો જે પર્યાય થયો છે તે પોતાથી થયો છે. પરંતુ રાગાદિ પર વસ્તુ છે તેથી અહીં તેના જેવું (રાગનું) જ્ઞાન થયું છે એમ નથી. એ શેયાકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે જણાયો એ તો જ્ઞાયકપણે જ જણાયો છે, પરપણે જણાયો છે એમ છે નહિ. એ તો પોતાની સ્વપ્રકાશક સ્વભાવ છે તેને કારણે જ્ઞાન થયું છે, પોતે સ્વને તો પ્રકાશયો. પણ હવે જેરાગને પ્રકાશે છે તે સ્વની પ્રકાશશક્તિને કારણે છે. “યાકાર અવસ્થામાં શાયકપણે જે જણાયો.” જોયું? એ રાગનું જ્ઞાન થયું એમ કહેવું તે વ્યવહાર છે. કેમ કે તે રાગ સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનનું જ્ઞાન છે. અને માટે એ પોતાનું જ્ઞાન થયું છે. સાર: જ્યારે આત્માને અમે “શાયક કહ્યો અને તે ‘શાયક જ્ઞાયકપણે જણાયો ત્યારે જાણનારને તો જાણ્યો પણ હવે તે “જાણનાર છે એમ કહેવાય છે તો તે પરને પણ જાણે છે એવું એમાં આવ્યું ને? ભાઈ ! તે પરને જાણે છે એમ ભલે કહીએ, તો પણ ખરેખર તો જે પર છે તેને તે જાણે છે એમ નથી. અર્થાત્ પર છે, રાગાદિ થાય છે તેને જે જાણે છે, રાગાદિને લઈને જાણે છે એમ નથી. પરંતુ એ જ્ઞાનની પર્યાયનું સ્વ-પર પ્રકાશક સામર્થ્ય જ એવું છે કે પોતે પોતાને