________________
૧૩
તો કાંઈ નહિ ફરે પણ તારું જ્ઞાન અસત્ થશે. જે પ્રમાણે વસ્તુ સત્ છે તે પ્રમાણે તેને કેવળજ્ઞાનમાં ભગવાને જાણી, વાણી દ્વારા તે જ કહેવાયું, ભગવાને તો માત્ર જેમ સત્ હતું તેમ જ્ઞાન કર્યું છે, વાણી જડ છે તે પણ ભગવાને કરી નથી. ભગવાનનો આત્મા પોતાના કેવળજ્ઞાન પરિણામમાં વર્તી રહ્યો છે ને વાણીની પર્યાય પરમાણુઓના પરિણમન પ્રવાહમાં વર્તી રહી છે તથા સમસ્ત પદાર્થો પોતાના સમાં વર્તી રહ્યા છે, જ્ઞાયકમૂર્તિ આત્મા તો માત્ર જાણવાનું કામ કરે છે કે ‘આમ સત્ છે’ બસ ! આનું નામ સમ્યગ્દર્શન ને વીતરાગનો માર્ગ
છે.
ભગવાન કેવા છે ? કે ‘સર્વજ્ઞ’- સર્વના જાણનારા, કોઈમાં ફેરફાર કે રાગ-દ્વેષ કરનારા નહિ. ભગવાનની જેમ મારા આત્માનો સ્વભાવ પણ જાણવાનો છે - એમ તું પણ તારા આત્માને જાણનાર સ્વભાવની શ્રદ્ધા કર ને પદાર્થોમાં ફેરફાર કરવાની બુદ્ધિ છોડ. જેણે પોતાના જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા કરીને અસ્થિરતાના રાગ-દ્વેષનો પણ જાણનાર જ રહ્યો, જેણે આવા જ્ઞાન સ્વભાવને માન્યો તેણે જ આત્માને માન્યો, તેણે જ ગુરુને તથા શાસ્ત્રને માન્યા, તેણે જ નવ પદાર્થને માન્યા, તેણે જ છ દ્રવ્યોને તેમના વર્તમાન અંશને માન્યા; તેનું જ નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
તે
‘જાણવું’ તે આત્માનો સ્વભાવ છે. બસ, જાણવું તે જ આત્માનો પુરુષાર્થ, તે જ આત્માનો ધર્મ, તેમાં જ મોક્ષમાર્ગ અને તેમાં જ વીતરાગતા. અનંત સિદ્ધ ભગવાન પણ સમયે સમયે પુરું જાણવાનું કાર્ય કરી રહ્યા છે.
જ
જ્ઞાનમાં સ્વ-પર શેયો છે. ‘જ્ઞાન જાણનાર છે’ એમ જાણ્યું તેમાં જ્ઞાન પણ સ્વ જ્ઞેય થયું. જ્ઞાનને રાગાદિનું કરનાર કે ફેરવનાર માને તો તેણે જ્ઞાનના સ્વભાવને જાણ્યો નથી-પોતે પોતાને સ્વ શેય બનાવ્યું નથી એટલે તેનું જ્ઞાન મિથ્યા છે. વસ્તુના બધાય પરિણામો પોતપોતાના સમયમાં સત્ છે-એમ કહેતાં જ પોતાનો જ્ઞાયક જ સ્વભાવ છે-એમ તેમાં આવી જાય છે. તે માટે આ મંત્ર વિશેષ ચિંતવન સ્વરૂપ છે.
‘જાણનારો જણાય છે ને યથા યોગ્ય થાય છે’’
આ વાત જરા વિશેષતાથી જોઈએ.
વિશેષ વાત :
વસ્તુસ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ એકરૂપ શુદ્ધ જ છે, દ્રવ્ય