________________
૧૦
‘આમ કેમ’ એવો ખદબદાટ નીકળી ગયો ને જ્ઞાન ધીરું થઈને પોતામાં ઠર્યું.
આમાં જ જ્ઞાનનો પરમ પુરુષાર્થ છે, આમાં જ મોક્ષમાર્ગનો ને કેવળજ્ઞાનનો પુરુષાર્થ આવી જાય છે. પરમાં કર્તા બુદ્ધિવાળાને જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી બેસતી ને તેને જ્ઞાનના સ્વભાવનો જ્ઞાયકપણાનો પુરુષાર્થ પણ નથી જણાતો.
અહા ! બધાય દ્રવ્યો પોતપોતાના અવસરમાં થતાં પરિણામે વર્તી રહ્યા છે, તેમાં તું ક્યાં ફેરફાર કરીશ ? ભાઈ ! તારો સ્વભાવ તો જોવાનો છે. તું જોનારાને જોનાર જ રાખ, જોનારને ખદબદાટ કરનાર ન કર. જોનાર સ્વભાવની પ્રતીત તે જ સમ્યગ્દર્શન છે. પરમાં હું ફેરફાર કરું કે પર મારામાં ફેરફાર કરે- એ મિથ્યાદષ્ટિનો ભાવ છે, તેને જ્ઞાન અને શેયના સ્વભાવની પ્રતીત નથી. જગતના જડ કે ચેતન બધાંય દ્રવ્યો પોતાના પ્રવાહમાં વર્તે છે, તેમાં જે જે અંશ વર્તમાન વર્તે છે તેને કોઈ આઘો પાછો ફેરવી શકે નહિ. હું ધ્યાન રાખી શરીરને સરખું રાખી દઉં' એમ કોઈ માને તો તે મિથ્યાદષ્ટિ છે. શરીરના એકેક પરમાણુઓ તેના પોતાના પ્રવાહક્રમમાં વર્તી રહ્યા છે, તેના ક્રમને કોઈ ફેરવી શકે નહિ. ક્યાંય પણ ફેરફાર કરે એવું આત્માના કોઈ ગુણનું કાર્ય નથી, પણ આત્મા સ્વને જાણતાં પરને જાણે એવું તેના જ્ઞાન ગુણનું સ્વ-પર પ્રકાશક કાર્ય છે. એની પ્રતીત તે જ મુક્તિનું કારણ છે.
દરેક દ્રવ્ય ત્રણ કાળે પરિણમ્યા કરે છે; તેના ત્રણે કાળના પ્રવાહમાં રહેલા બધાય પરિણામો ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ છે. પોતાના સ્વકાળમાં તે બધાય પરિણામો પોતાની અપેક્ષાએ ઉત્પાદરૂપ છે, પૂર્વની અપેક્ષાએ વ્યયરૂપ છે, તેમજ સંબંધવાળા સળંગ પ્રવાહ અપેક્ષાએ તેઓ ધ્રુવ છે.
દ્રવ્યના બધાય પરિણામો પોતપોતાના કાળમાં સત્ છે. તે પરિણામો પોતપોતાની અપેક્ષાએ અસત્ (અર્થાત્ વ્યયરૂપ) નથી, પણ પોતાની પહેલાની પૂર્વ પરિણામની અપેક્ષાએ એ અસત્ (વ્યયરૂપ) છે ને પહેલાં પછીના ભેદ પાડ્યા વગર સળંગ પ્રવાહને જુઓ તો બધાય પરિણામો ધ્રુવ છે. જ્યારે જુઓ ત્યારે તે દ્રવ્ય પોતાના વર્તમાન પરિણામમાં વર્તી રહ્યું છે. દ્રવ્ય ત્રિકાળ હોવા છતાં જ્યારે જુઓ ત્યારે તે વર્તમાન પરિણામમાં વર્તી રહ્યું છે, કાંઈ ભૂતમાં કે ભવિષ્યમાં તે વર્તતું નથી. દ્રવ્યના ત્રણે કાળના જે જે વર્તમાન પરિણામ છે તે પોતાની પહેલાના પરિણામના અભાવ સ્વરૂપ છે ને સ્વ પરિણામપણે તે ઉત્પાદરૂપ છે તથા તે જ સળંગ પ્રવાહપણે ધ્રુવરૂપ છે.
જ