________________
જ્ઞાયક.....જ્ઞાયક....જ્ઞાયકના વિકલ્પથી શરૂઆત કરી સહજ ધ્યાનમાં લીન થાય છે એટલે નિર્વિકલ્પ દશામાં સહજ સરી જતાં તેનો ઉપયોગ સ્વભાવમાં જ લીન હોય છે. અને તે અનુભવ દશામાં તે નિજાનંદ રસનું પાન કરે છે.
નિઃશંકતાથી નિર્ભયતા આવે છે અને નિર્ભયતાથી નિઃસંગતા આવે છે - આવું નિઃસંગ સ્વરૂપ જ અનુભવ યોગ્ય છે.
તીર્થકરાદિ મહાપુરુષોએ આત્મસ્વરૂપમાં સ્થિર થવા માટે નિશ્ચય તપ દ્વારા ઉદ્યમ કર્યો છે અને તે સુખરૂપ જ હોય છે.
એકાગ્રતાથી ચિંતાનો વિરોધ થઈ ધ્યાનાવસ્થામાં સ્વ સંવેદન દ્વારા
આત્માનો અનુભવ થાય છે. પરમાગમ સારઃ ૧. નિશ્ચયદષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ જ છે. જિનવર ને જીવમાં ફેર નથી.
ભલેને એકેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. વસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દષ્ટિ થઈ છે એ તો પોતાને પણ પરમાત્મા સ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્મા સ્વરૂપ દેખે છે. સમ્યફદષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા ! કેટલી વિશાળ દષ્ટિ ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનારા માન્યતારૂપી ગઢનો પાર ન મળે! અહીં તો કહે છે કે ૧૨ અંગનો સાર એ છે કે જિનવર સમાન આત્માને દષ્ટિમાં લેવો કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મસ્વરૂપ જ છે.
(ગાથા ૨૫) ૨. જેને સુખી થવું હોય તેને કહે છે કે શુદ્ધ ચૈતન્યવસ્તુ છે તે સર્વાગ જ્ઞાનથી
ભરેલી છે. તેની સન્મુખ થવું તે સુખી થવાનો માર્ગ છે, તે ધર્મ છે. સર્વાગ જ્ઞાનથી ભરેલી ચૈતન્યવસ્તુમાં રહેતાં શુદ્ધતા થાય છે અને અશુદ્ધતા નાશ થાય છે તેનું નામ પોતાનું હિત એટલે કે કલ્યાણ છે.
(ગાથા ૭૭) ૩. નિશ્ચય મોક્ષમાર્ગ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. તેનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિય
આનંદનો અનુભવ જેનું લક્ષણ છે એવું સ્વ સંવેદનશાન તે જ્ઞાન છે. શાસ્ત્ર