________________
૯. પરંતુ આત્માની આ વૃત્તિમાં અનાદિથી એવું અજ્ઞાન અને અવિશ્વાસ રહ્યા છે
કે તેણે પોતાને શુદ્ધ અને પૂર્ણ માન્યો જ નથી, તેથી પોતાના પડોશી કર્મ, દેહાદિસત્તાઓમાં જ મુગ્ધ રહ્યો, એમાં જ અહંકાર કર્યો અને એમાં જલીનતા
કરી. ૧૦. પર સત્તાઓમાં અહંની આ વૃત્તિ તે મહા વ્યભિચારિણી છે કેમ કે તેમાં વિશ્વની
અનંત સત્તાઓને પોતાના અધિકારમાં લઈને તેમાં રમણ કરવાની ચેષ્ટા છે; તેથી વિશ્વની સ્વતંત્ર અને સુંદર વ્યવસ્થાનો નાશ કરી નાખવાની આ બાધા વિશ્વનો સૌથી મોટો અપરાધ થયો. આને ધર્મમાં વિપરીત માન્યતા અથવા મિથ્યાત્વ તરીકે ઓળખવામાં આવે છે. આ સૌથી મોટું પાપ છે અને તેની
દંડ-વ્યવસ્થામાં અનંત સંસારનું પરિભ્રમણ અને અંતે નિગોદનું જ ફળ મળ્યું. ૧૧. પરિશુદ્ધ સોના જેવું તત્વ હોવા છતાં પણ આત્માની વૃત્તિમાં આટલું લાંબુ
અને આવું ભયંકર અજ્ઞાન કેમ રહ્યું? એના ઉત્તરની શોધ આત્માથી દૂર બીજે ક્યાંય કરવી એ એક દાર્શનિક અપરાધ ગણાશે, કેમ કે ભિન્ન સત્તાવાળી વસ્તુઓમાં કારણ-કાર્યનો ભાવ કદી પણ ઘટતો નથી. તેથી એનો ઉત્તર સ્વયં આત્મામાં જ સમાયેલો છે અને તે એ કે આત્માએ સદાય પોતાથી જ આ
અજ્ઞાન પરિણામ કર્યા અને તે પોતે જ અજ્ઞાની રહ્યો. ૧૨. આ આત્માનું અજ્ઞાન પણ અત્યંત પર-નિરપેક્ષ જ છે. કથનમાં કર્મોદય આદિની
સાપેક્ષતા આવી જાય છે, પરંતુ ભાવ તો નિરપેક્ષ જ રહે છે, કેમ કે જો કોઈ બીજો આત્માને અજ્ઞાની કરે તો કોઈ તેને જ્ઞાની પણ બનાવી શકશે અને વળી ફરીથી કોઈ તેને અજ્ઞાની બનાવી દેશે. આ રીતે આત્મા તો કોઈના હાથની માત્ર કઠપૂતળી જ રહી જશે અને તેના બંધ-મોક્ષના બધા જ અધિકારો છીનવાઈ જશે. અને એ તો એક મજાક જેવું જ થશે.
પરંતુ છતાં એક પ્રશ્ન છે કે તો પછી આટલા લાંબા અને જટિલ અજ્ઞાનનો અંત કેવી રીતે થાય? તો આ પ્રશ્ન પોતે જ પોતાનો ઉત્તર છે. “અજ્ઞાનનો અંત કેવી રીતે થાય.” જ્ઞાનમાં આ સબળ વિચારનો ઉત્પાદ જ અજ્ઞાનનો પ્રાણઘાતક
છે કેમ કે પ્રબળ અજ્ઞાનમાં આવો સમર્થ વિચાર થતો જ નથી. ૧૩. અનાદિ અજ્ઞાનના પ્રવાહમાં શુદ્ધાત્માનુભૂતિ-સંપન્ન કોઈ જ્ઞાની પુરુષનો
સુયોગ મળતાં જે મહા ઉદ્યમશીલ આત્મા તેમની કલ્યાણકારી વાણીને હૃદયગમ કરે છે, તેનું અનાદિનું અજ્ઞાન શિથિલ થઈને આ સમર્થ વિચારમાં પ્રવૃત્ત થાય