________________
વસ્તુ સ્વરૂપ ૧. વિશ્વના બધા જડ-ચેતન પદાર્થો સ્વયંસિદ્ધ, અનંત શક્તિમય અને પૂર્ણ છે. તે
એકબીજાથી અત્યંત ભિન્ન પોતાની સ્વરૂપ સીમામાં જ રહે છે અને એક બીજાનો
સ્પર્શ પણ કરતાં નથી. તેથી બધી જડ-ચેતન સત્તાઓ નિતાન્ત શુદ્ધ છે. ૨. આત્મા પણ એક એવી જ સ્વયંસિદ્ધ, નિરપેક્ષ, શુદ્ધ ચૈતન્ય સત્તા છે. શ્રદ્ધા,
જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિ તેની અસાધારણ શક્તિઓ અથવા સ્વભાવ છે
જે સદાય તેમાં જ રહે છે. ૩. તે પોતામાં પરિપૂર્ણ અને અન્યથી અત્યંત ભિન્ન છે. તેથી તે એક શુદ્ધ અને
સ્વતંત્ર સત્ છે કેમ કે જે સત્ અથવા સત્તા છે તે સ્વતંત્ર, પૂર્વ અને પવિત્ર
હોવું જ જોઈએ, નહિ તો તે સત્ કેવું? ૪. જે જડ છે તે પુરું જડ હોય અને ચેતન પુરું ચેતન. અપૂર્ણ જડ અથવા અપૂર્ણ
ચેતનનું સ્વરૂપ પણ શું હોય? તેથી ભિન્નત્વ, પૂર્ણત્વ અને એકત્વનું સ્વરૂપ
જ છે. ૫. વિશ્વના દર્શનોમાં જૈન દર્શનનું આ એક મૌલિક અનુસંધાન છે. જ્ઞાનીઓએ
પોતાના અનુસંધાનમાં અનુભવીને કહ્યું કે વસ્તુનું એકત્વજ તેનું પરમ સૌંદર્ય
છે; તેમાં પરના સંબંધની વાર્તા વિસંવાદ છે. ૬. વિશ્વના પ્રત્યેક પદાર્થના બે અવયવ છે. એક તેની અનંત શક્તિમય ધ્રુવ સત્તા
જેને દ્રવ્ય કહે છે (પ્રોવ્ય) અને બીજી તેની સમયે સમયે બદલનારી અવસ્થા જેને શાસ્ત્રની ભાષામાં પર્યાય કહેવામાં આવે છે. આવી રીતે દ્રવ્ય-ગુણ
પર્યાયાત્મક વસ્તુનું સ્વરૂપ છે. ૭. આત્મપદાર્થના પણ એ જ રીતે બે અવયવ છે - એક તેની શ્રદ્ધા, જ્ઞાન, આનંદ
આદિ અનંત શક્તિમય, ધ્રુવ શુદ્ધ અને પૂર્ણ સત્તા અને બીજી તેની શ્રદ્ધા, જ્ઞાન આદિ પર્યાય (-માનવા-જાણવા આદિરૂપ પર્યાય). આત્મ-સત્તાનું આવું પરિશુદ્ધ સ્વરૂપ સ્થાપિત થઈ જતાં આત્માની શ્રદ્ધા, જ્ઞાનવૃત્તિનું માનવા-જાણવાવાળી પર્યાયનું) કેવળ એક જ કામ રહ્યું કે તે આત્માને પૂર્ણ અને શુદ્ધ જમાને, એવો જ જાણે અને એવો જ અનુભવે અને અન્ય સર્વ જડ-ચેતન પદાર્થોને પોતાથી ભિન્ન જાણે.