________________
સ્વરૂપ જ છું. જગતના બધા જ જીવો પણ પરમાત્મા સ્વરૂપ જ છે. દ્રવ્ય સ્વભાવથી જોઈએ તો કોઈ જીવમાં ફરક નથી-જે કાંઈ ફરક છે તે પર્યાય સ્વભાવમાં જ છે અને પર્યાય તો અનિત્ય છે - તેનું આયુષ્ય એક સમયનું છે - ત્યાં શું દષ્ટિ કરી રાગ-દ્વેષના પરિણામ કરવા?
બુદ્ધિશાળી ભવ્ય પોતાના આત્મજ્ઞાનથી માન-અપમાનમાં સમતા વિસ્તારી બધી જ જાતના આગ્રહ છોડી પોતાના ચિત્તને મોહથી ક્ષોભ રહિત કરે છે.
“ઉપજે મોહ-વિકલ્પથી સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતા, વિલય થતા નહિવાર.” જ્યારે આ જીવને મોહને કારણે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય ત્યારે તેણે પોતાનામાં સ્થિત (પરમ શુદ્ધ) આત્માની ભાવના ભાવવી. હું તો જ્ઞાન સ્વરૂપ-આનંદનો કંદ-સુખનો સાગર ભગવાન આત્મા છું. સર્વથા સર્વથી ભિન્ન છું.”
દરેકે દરેક ઉદયના પ્રસંગે, કોઈ પણ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં રાગ-દ્વેષના પરિણામો શાંત કરવા. ૩. પ્રમાદનો ત્યાગ કરી એકાંતમાં આત્મસ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવો. (ધ્યાન કરવું).
ધ્યાનમાં લીન યોગી, આ શું છે? કેવું છે? કોનું છે? શાથી છે? ક્યાં ' છે ? ઇત્યાદિ ભેદરૂપ વિકલ્પો નહિ કરતો થકો પોતાના શરીરને પણ જાણતો નથી. (કાયોત્સર્ગ)
આ અનુભવમાં આવતું આધ્યાત્મિક તત્ત્વ શું છે? કેવા સ્વરૂપવાળું છે? કોના જેવું છે? તેનો સ્વામી કોણ છે? કોનાથી છે? ક્યાં છે? ઇત્યાદિ ભેદ નહિ પાડતો અર્થાત્ વિકલ્પો નહિ કરતો સમરસી ભાવને (સમતા ભાવને) પ્રાપ્ત થયેલો યોગી પોતાના શરીરનો પણ ખ્યાલ કરતો નથી; તો શરીરથી ભિન્ન હિતકારી યા અહિતકારી વસ્તુઓની ચિંતા કરવાની તો વાત જ શું કરવી?
આત્મા અને દેહના ભેદવિજ્ઞાનથી ઉત્પન્ન થયેલાં આહલાદ (આનંદ)થી જે આનંદિત છે તે યોગી તપ દ્વારા ભયાનક દુષ્કર્મોને ભોગવતો હોવા છતાં ખેદ પામતો નથી.