________________
૪. વાત ઈ છે કે બિહર્મુખ લક્ષ છે તે અંતર્મુખ કરવાની વાત છે. “લાખ વાતની વાત છે નિશ્ચય ઉર આણો' અંતર્મુખ થવું એ વાત છે. આત્માને ઉરમાં લાવો એ એક જ વાત છે.
૫. કાં તો ઈ થાય એના ભગવાનનો ને કાં તો થાય રાગનો ! ત્રીજી કોઈ ચીજ એની નથી. કાં થાય રાગનો કાં વીતરાગ સ્વભાવનો, ત્રીજાનો ઈ થતો જ નથી. આમ વાત છે.
૬. પહેલું સ્વજ્ઞાન ચૈતન્યમૂર્તિને શેય કરીને કરો, બીજું બધું જ્ઞાન તેમાં આવી જાય છે.
૭. તારામાં તું સમા, ગુરુની પ્રથમ આ આજ્ઞા છે. પ્રથમ દૃષ્ટિ વીતરાગ, જ્ઞાન વીતરાગ, સ્થિરતા વીતરાગ. આ જ ત્રણ કાળના તીર્થંકરોનો હુકમ છે.
ક