________________
૧૦
વંદનીય હૃદયસ્પર્શ હતું. છેલ્લાં પાંચ-સાત વર્ષમાં વૃદ્ધાવસ્થાને કારણે, તબિયતને કારણે પ્રથમ તેમણે રાતના બેસવાનું બંધ કર્યું. પછી અડધો દિવસ બેસવાનું રાખ્યું. પછી અઠવાડિયામાં ત્રણ દિવસ, બે કે એક દિવસ જવાનું રાખ્યું. જીવનના અંત સુધી તેમણે કાર્યાલયમાં જવાનું ચાલુ રાખ્યું. અને ઘરે રહીને પણ આખો વખત કુમારનું કાર્ય કર્યા કર્યું. બચુભાઈની કુમાર-નિષ્ઠા અજોડ હતી. એમણે કુમાર'નો ૧૦૦મો, ૨૦૦મો, ૩૦૦મો, ૪00મો, ૫૦૦મો, ૬૦૦મો અંક વિશિષ્ટ દૃષ્ટિથી તૈયાર કર્યા હતા. કુમારનો ૬૭૯મો અંક છપાવો શરૂ થયો હતો. એમ હતું કે, પથારીવશ થવા છતાં બચુભાઈ ૭00 મો અંક જોઈને જશે, પરંતુ તે પહેલાં એમણે દેહ છોડ્યો. કુદરતની લીલા અકળ છે.
કુમાર” પ્રગટ થતું હતું ત્યારે શાળા અને કૉલેજમાંથી પસાર થયેલો ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી યુવાન હશે જેણે એક વાર “કુમાર” વાંચ્યું ન હોય. “કુમાર” ભિન્ન રુચિવાળા વાચકોની રસવૃત્તિને પોષી અને સંસ્કારી છે. કવિતા, વાર્તા, નિબંધ, નાટિકા, જીવનચરિત્ર, ઇતિહાસ, પુરાણ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલા, ફોટોગ્રાફી, શરીરવિજ્ઞાન, ટિકિટ અને સિક્કા, પ્રાણીઓ અને વનસ્પતિ, યોગ અને આયુર્વેદ, રમતગમત અને આકાશદર્શન – કેટકેટલા વિભાગો “કુમાર”ના પ્રત્યેક અંકમાં જોવા મળે. “કુમાર'ના ટાઈપ ઝીણા અને સ્થળની કરકસર. હાથમાં સીધો ઝાલીને આખો ‘કુમાર'નો અંક વંચાય નહિ; પૂરો વાંચવા માટે આડો, ઊંધો કરવો પડે. ઝીણા ટાઈપથી આંખો બગડે નહિ પણ સુધરે એ વૈજ્ઞાનિક સત્યની પ્રતીતિ પછી જ કુમારે ઝીણા ટાઈપ વધુમાં વધુ સામગ્રી આપવા માટે ચાલુ કરેલા. “કુમાર”ના પ્રૂફ બચુભાઈ પોતે બધાં વાંચી જાય અને એક પણ મુદ્રણદોષ, ભાષાદોષ ન રહે તેની જાતે કાળજી રાખે. “કુમાર માટે આવેલાં લખાણો પોતે વાંચી જાય, પસંદ કરે, સુધારે અને “કુમાર”ના ધોરણને જાળવી રાખે. સત્તાવન વર્ષ સુધી કુમાર'માં ક્યારેય એવું કંઈ છપાયું નથી જે બચુભાઈએ પોતે પહેલાં એ વાંચ્યું ન હોય. એટલે તો “કમાર'નો અંક પસ્તીમાં વેચાતો જોવા ન મળે. જૂના અંકો માટે ખરીદનારાઓની હાર લાગે.
'કુમાર'નું ધોરણ જાળવી રાખવા માટે બચુભાઈ હંમેશાં બહુ ચીવટ રાખતા. ગમે તેવા મોટા લેખકનું નબળું લખાણ આવ્યું હોય તો તે તરત પરત કરતા. પોતે યુવાન હતા ત્યારે તે સમયના વડીલ ગણાતા લેખકોની નબળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org