________________
ઉપધાનને પ્રભાતને વિધિ.
( ૧૩) પંચમંગલ મહાકુતસ્કંધ ઉદેસાવણ, નંદી કરાવ, વાસનિક્ષેપ કરાવણી, દેવ વંદા. ગુરુ કહે વંદામિ. પછી શિષ્ય ખમાસમણ દઈ દૈત્યવંદન કરવા આદેશ માગે. ગુરુ ચૈત્યવંદન કરાવી આઠ સ્તુતિપૂર્વક દેવવંદન કરાવે. તેને વિધિ ગુરુગમથી જાણ, અથવા ગુરુમહારાજ કરાવે તેમ કરવો. અહીં ગુરુમહારાજ નંદીને લગતે તમામ વિધિ કરાવે તે પ્રમાણે કરો. બીજા ઉપધાનમાં પ્રવેશ કરતી વખતે પણ એ જ પ્રમાણે નંદી મંડાવવી ને વિધિ કર. બાકીના ચાર ઉપધાનમાં કદાચ નંદી માંડી હોય તે ઠવણ ઉપર સ્થાપનાચાર્ય પધરાવીને પણ વિધિ કરાવી શકાય, તેમજ એ ચાર ઉપધાનમાં પ્રવેશ કરતાં વિસ્તારથી દેવવંદન વિના સામાન્ય વિધિથી પ્રવેશ કરે.
| ઇતિ ઉદ્દેશવિધિ. દરરોજ સવારે પોષધ લઈને ગુરુ પાસે પણું (પ્રવેદન) કરવું. તેને (પ્રવેદનને) વિધિ ગુરુમહારાજે કરાવવાને હેવાથી તે અહીં લખ્યું નથી. જાણવાના ઈચ્છક બોધવાન શિષ્ય ગુરુ પાસેથી સમજી લેવું. બનતાં સુધી બોધવાન ઉપધાન વહેનારાએ તે દરેક વિધિ બરાબર સમજી લઈ, દરેક આદેશ પોતે જ માગવા જોઈએ. વહન કરનારને બદલે આદેશ માગવાના શબ્દો પણ ગુરુમહારાજ-ક્રિયા કરાવનાર બેલે છે તે ઉપધાન વહન કરનારનું વિધિથી અજ્ઞાતપણું સૂચવે છે.
પ્રવેદનવિધિમાં પચચખાણ કરતાં જે ઉપધાનની ત્રણ વાચના લેવાની હોય, તેમાં પહેલી વાચના લીધી ન હોય ત્યાં સુધી “ પૂર્વચરણપદ પયસરાવણું,” બીજી વાચના લીધી
* આ આઠ રતુતિઓ ખાસ જુદી જ છે.