________________
( ૧૪ )
ઉપધાન વિધિ.
ન હોય ત્યાં સુધી “માગતચરણપદ પયસરાવણ,” અને ત્રીજી વાચના લીધી ન હોય ત્યાં સુધી “ઉત્તરચરણપદ પસરાવણી” એટલું કહીને જે ઉપવાસ કે આયંબિલ કરવાનું હોય તે “પાલી તપ કરશું” એમ કહે, અને જે એકાસણું કે નવી કરવાની હોય તે “પાલી પારણું કરશું.” એમ કહે. ગુરુ “કરેહ” એમ કહે. પછી શિષ્ય કહે કે ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણ કરાવે.” ગુરુ પચ્ચખાણ કરાવે. જેમાં બે વાચના હોય તેમાં પૂર્વ ચરણપદ પયસરાવણી” અને “ઉત્તરચરણપદ પયસરાવણું” એમ જુદે જુદે વખતે કહે અને જેમાં એક જ વાચના હોય તેમાં પૂર્વચરણ, માગતચરણ અને ઉત્તરચરણપદ પયસરાવણી” એમ ભેળે પાઠ બોલે.
ઉપર જણાવેલે સર્વ વિધિ પ્રભાતે કરવાનો છે. ત્યાર પછી ઉપધાનવાહકે દિવસના બાકીના ભાગમાં દેવવંદન કરવું, પચ્ચખાણ પારવું, ખમાસમણ દેવા, કાઉસગ્ગ કરો, નવકારવાળી ગણવી-ઈત્યાદિ વિધિ કરવાનું છે, તે આગળ બતાવવામાં આવેલ છે.
સંધ્યા અનુષ્ઠાન વિધિ. સાંજે ગુરુમહારાજની સમીપે અથવા સ્થાપનાચાર્ય પાસે પડિલેહણ કરવી. તેમાં સ્ત્રીવર્ગો સઝાય ઊભા ઊભા કહેવી. પુરુષોએ ઉભડક બેસીને “મહ જિણાણું આણું એ પાંચ ગાથાની સજઝાય કહેવી. પછી ગુરુમહારાજ સમીપે
* પ્રત્યંતરે સજઝાયને ઠેકાણે વર્ષે પાંચ નવકાર ગણવા એમ કહ્યું છે.