________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
(૩૧ ) પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ શિષ્ય-પરિવાર સાથે અગાઉથી પધાર્યા હતા, તેઓશ્રીનાં દર્શન–વંદન કરી પરમ આનંદ પામ્યા. રાંદેરથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે સુરત પધાર્યા, અને સંવત્ ૧૯૮૮ નું ચતુર્માસ સુરતમાં નેમુભાઈની વાડીમાં કર્યું. પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા માટે પધારવા વડાચૌટાના સંઘે વિનતિ કરવાથી ગુરુદેવની આજ્ઞાથી તેઓશ્રી પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા વડાચૌટાના ઉપાશ્રયે આવ્યા. તેઓશ્રીના પધારવાથી વડાચૌટામાં તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યો ઠીક ઠીક પ્રમાણમાં થયાં. વળી તેઓશ્રીના સદુપદેશથી આસો માસમાં વડાચૌટાના ઉપાશ્રયે નાણ મંડાવી પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે ૧૮ જણાએ સજોડે ચતુર્થવ્રત અંગીકાર કર્યું, અને એજ વખતે બીજા પણ ઘણા ભાઈ-બહેનોએ જુદા જુદા વ્રત ઉચ્ચર્યા. ગુરુદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજના સદુપદેશથી સુરતમાં ઉપધાન વહન કરાવવામાં આવ્યા હતા, તેની હંમેશાં સવારસાંજની કિયા ગુરુદેવની આજ્ઞાથી મુનિરાજ શ્રી કંચનવિજયજી કરાવતા હતા. આ ચતુર્માસમાં તેઓશ્રીએ ગુરૂ મહારાજ પાસે સ્થાનાંગ તથા જ્ઞાતાસૂત્ર વિગેરેના જેગ વહન ક્ય.
ચોમાસા બાદ સુરતથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો અને બુહારી, બારડેલી, નવસારી, બીલીમોરા, ગણદેવી, અમલસાડ, પાલઘર તથા અધેરી થઈ મુંબઈ પધાર્યા. મુંબઈમાં લાલબાગ તથા ડીજીના ઉપાશ્રયના ટ્રસ્ટીઓએ ચતુમસ માટે આગ્રહભરી વિનતિ કરી જેથી પંન્યાસજી શ્રી ભકિતવિજયજી મહારાજ શિષ્ય-પરિવાર સાથે લાલબાગના ઉપાશ્રયે ચતુર્માસ રહ્યા, અને પિતાના વિદ્વાન્ શિષ્ય-રત્ન