________________
( ૪૨ )
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
ઠીક પ્રમાણમાં થયાં. પર્યુષણમાં તેઓશ્રીના શિષ્ય-રત્ન મુનિરાજશ્રી મહેાયવિજયજીએ ૧૬ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી.
ચતુર્માંસ ખાદ લીંચના સઘના અગ્રેસર લીંચમાં ઉપધાનની માળ પહેરાવવા માટે પધારવાની વિનંતિ કરવા અમદાવાદ આવ્યા. તેમની વિનતિ સ્વીકારી પંન્યાસજી મહારાજ પેાતાના શિષ્ય-પરિવાર સાથે અમદાવાદથી વિહાર કરી પાનસર અને સેરીસા તીની યાત્રા કરી લીંચ પધાર્યાં, અને ત્યાં તેશ્રીએ પેાતાને શુભ હસ્તે ઉપધાન કરનાર તપસ્વીઓને ધામધૂમથી માળ પહેરાવી. લીંચમાં થાડા દિવસ સ્થિરતા કર્યાં આદ ત્યાંથી વિહાર કર્યાં, અને વડાવલી થઈ ગામ ચવેલી પધાર્યાં. ચવેલીના શ્રીસંઘે પરમાત્માના પ્રતિમાજીની પ્રતિષ્ઠા આચાય દેવેશ શ્રી વિજયભકિતસૂરીશ્વરજી મહારાજ પાસે કરાવવાના નિર્ણય કર્યો હતા, જેથી શ્રી સંધની આગ્રહભરી વિનતિથી આચાર્યજી મહારાજ પોતાના મહેાળા શિષ્ય-પરિવાર માથે વિચરતા વિચરતા ગામ ચવેલી પધાર્યાં. અહીં ગુરુદેવનાં દેશન—વંદન કરી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પરમ આહલાદ પામ્યા. પ્રતિષ્ઠાના માંગલિક પ્રસંગે ચવેલીમાં ઠાઠમાઠથી અઠ્ઠાઇ–મહાત્સવ શરૂ થયા, અને વૈશાખ વદિ ૬ ના દિવસે સવારે શુભ મુહૂર્તે આચાય દેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે દેવાધિધ્રુવ શ્રી વિમલનાથ સ્વામીના ભવ્ય પ્રતિમાજીને તખ્ત– નશીન કરવામાં આવ્યા. પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થતાં પન્યાસજી શ્રી કચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવાઁ સાથે ચવેલીથી વિહાર કર્યાં. અને લણવા, કંથરાવી, ધીણેાજ, ચાણસ્મા થઈ પર તીની યાત્રા કરી પાટણ પધાર્યા. તેઓશ્રીએ સંવત્