________________
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
ન કરી આ ધર
ના આદીશ્વર ભગવાન સાત દેરાસર
કરી, પ્રાચીન તીર્થ કારોલ ગયા. અહીં પાંચ દેરાસરજી છે, તેમાં મુખ્ય દેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે. કારેલ તીર્થની યાત્રા કરી કેટા તીર્થ ગયા, અને શ્રી આદીશ્વર પરમાત્માના ભવ્ય પ્રતિમાજીનાં દર્શન-વંદન કરી આત્મિક ઉલ્લાસ પામ્યા. અહીં સાત દેરાસરજી છે, તેમાં મુખ્ય દેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે. કોરટા તીર્થની યાત્રા કરી ત્યાંથી વાંકડી થઈ શિવગંજ પધાર્યા, અને પોરવાડના ઉપાશ્રયમાં ફાગણ માસી ચૌદશ કરી. શિવગંજના સંઘે ચોમાસા માટે વિનતિ કરી, પરંતુ ચતુર્માસને હજુ વાર લેવાથી વિનતિ ન સ્વીકારી. - પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી શા. ફત્તેચંદ ગોમાજી પિરવાડે શિવગંજથી જાકેડા તીર્થને છરી પાળતે સંઘ કાઢ. સંઘ સાથે પંન્યાસજી મહારાજે પણું પિતાના શિષ્ય-પરિવાર સાથે વિહાર કર્યો. જાકેડામાં શા ફત્તેચંદ ગેમાજી તરફથી નવકારશી કરવામાં આવી. ત્યાંથી પંન્યાસજી મહારાજ વાલી અને સાદડી થઈ રાણકપુર તીર્થની યાત્રા કરી, ભાણવડ થઈ ઉદયપુર પધાર્યા. ત્યાં ચૈત્રી ઓળી અરધી કરી કેસરીયાજી ગયા. ત્યાં ચૈત્રી એળી પૂર્ણ કરી, તથા ચૈત્રી પૂનમના દેવ વંદાવ્યા.
ચૈત્ર શુદિ ૧૩ ના રેજ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીની જન્મ-જયંતીને વરઘેડે ઘણુજ દબદબા સાથે નીકળે, વર, ઘડામાં હજારો યાત્રાળુઓ તથા દૂર-દૂરથી ભીલ લોકો આવ્યા હતા. ચૈત્રી એળીનું પારણું કરી પંન્યાસજી મહારાજ પિતાના શિષ્ય-પરિવાર સાથે ચૈત્ર વદિ ૧ ના રોજ વિહાર કરી પાછા રાણપુર આવ્યા, અને અક્ષય તૃતીયા રાણકપુર તીર્થમાં કરી.