________________
ગણિવર્યાનું ટુંક જીવન ચરિત્ર ટ્રેનમાં જાવા ગયો, અને પંન્યાસજી મહારાજ ફલોદીમાં
કાયા. અહીં તેઓશ્રી હંમેશાં વ્યાખ્યાન વાંચતા. તેઓશ્રીની વૈરાગ્યવાહિની દેશના સાંભળવા મૂર્તિપૂજક શ્રાવક-શ્રાવિકાઓ ઉપરાંત સ્થાનકવાસી, તેરાપંથી તથા જૈનેતરભાઈઓ પણ પુષ્કળ આવતા. વ્યાખ્યાન-વ્હલ ચીકાર ભરાઈ જતો. ફદીના સંઘે ચોમાસા માટે આગ્રહભરી વિનતિ કરી, પરંતુ ચતુર્માસને હજુ વાર હોવાથી પંન્યાસજી મહારાજે હા ન કહી.
ફલોદીમાં એક મહિનાની સ્થિરતા કર્યા બાદ તેઓશ્રીએ ત્યાંથી વિહાર કર્યો, અને વિચરતા વિચરતા એસીયા પધાર્યા. અહીં એસીયા જૈન બેડિંગની વીઝીટ લીધી. બેડિંગની સુવ્યવસ્થા તથા વિદ્યાર્થીઓમાં વિનય-વિવેક અને ધાર્મિક સંસ્કાર જોઈ ખુશી થયા. ત્યાંથી કાપરડાજી તીર્થ આવી ત્યાં ચાર દિવસ રોકાયા. કાપરડાથી પિતાના શિષ્ય-પરિવાર સાથે વિચરતા વિચરતા પાલી પધાર્યા. પાલીના શ્રીસંઘે પંન્યાસજી મહારાજને ચતુર્માસ માટે આગ્રહ ભરી વિનતિ કરતાં તેઓશ્રીએ ગુરુ મહારાજની આજ્ઞા લેવા સૂચના કરી. જેથી સંઘના અગ્રેસર આચાર્યદેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પાસે સાદડી મુકામે ગયા, અને ત્યાંથી તેઓશ્રીની આજ્ઞા લઈને આવ્યા. જેથી પંન્યાસજી શ્રી કંચનવિજ્યજી મહારાજે સંવત્ ૨૦૦૩ નું ચાતુર્માસ પાલીમાં કર્યું. ચોમાસા દરમ્યાન તેઓશ્રીએ વ્યાખ્યાનમાં શ્રી શત્રુંજય માહાભ્ય તથા ભાવનાધિકારે શ્રી ભુવનભાનું કેવલિ ચરિત્ર વાંચ્યું. તેઓશ્રીના સદુપદેશથી તપસ્યા, પૂજા, પ્રભાવના, વિગેરે ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થયાં.